ICICI Prudential India Opportunity Fund returns 43% in six months
  • Home
  • Business
  • ICICI પ્રૂડેન્શિયલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડે છ મહિનામાં 43 ટકા વળતર નોંધાવ્યું

ICICI પ્રૂડેન્શિયલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડે છ મહિનામાં 43 ટકા વળતર નોંધાવ્યું

 | 9:30 am IST
  • Share

સ્પેશિયલ સિચ્યૂએશન ફંડ્સે એક વર્ષમાં 105 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું

સ્પેશિયલ સિચ્યૂએશન ફંડ્સનો દેખાવ

ફંડનું નામ                                                                       છ મહિનાનું                એક વર્ષનું વળતર           

ICICI પ્રૂડેન્શિયલ ઇન્ડિયા ઓપો. ફ્ંડ                                42.57                           104.81

આદિત્ય બિરલા સન લાઈફ્ સ્પેશિયલ ઓપો. ફ્ંડ              33.99                              —

એક્સિસ સ્પેશિયલ સિચ્યૂએશન્સ ફ્ંડ                                  31.60                              —

શેરબજારમાં તેજી પાછળ ચાલુ વર્ષે સ્પેશિયલ સિચ્યૂએશન ફ્ંડ્સે ઊંચા રિટર્ન્સ દર્શાવ્યાં છે. છેલ્લાં વર્ષમાં સ્પેશિયલ સિચ્યૂએશન ફ્ંડ્સમાં 104 ટકા સુધીનું ઊંચું વળતર જોવા મળ્યું છે. જે સમયગાળામાં બેન્ચમાર્ક નિફ્ટીએ 50 ટકાનું રિટર્ન દર્શાવ્યું ઔછે. જ્યારે બીએસઈ-500 એ 61 ટકા વળતર આપ્યું છે.

સ્પેશિયલ સિચ્યૂએશન ફ્ંડ્સની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફ્ંડે ર્વાિષક 105 ટકાનું તગડું રિટર્ન નોંધાવ્યું છે. છેલ્લાં છ મહિનાની વાત કરીએ તો ફ્ંડે 43 ટકા રિટર્ન આપ્યું છે. આ પ્રકારના અન્ય બે ફ્ંડ્સમાં આદિત્ય બિરલા સન લાઈફ્ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફ્ંડે છ મહિનામાં 34 ટકા જ્યારે એક્સિસ સ્પેશિયલ સિચ્યૂએશન ફ્ંડે 32 ટકાનું રિટર્ન આપ્યું છે.

આ બંને ફ્ંડ્સને શરૂ થયાને હજુ એક વર્ષ પૂરું નથી થયું. સ્પેશિયલ સિચ્યૂએશનમાં કંપની, અર્થતંત્રમાં કે સરકારી નીતિઓમાં ઊભી થતી હંગામી કટોકટીનો સમાવેશ થાય છે. જેને ધ્યાનમાં રાખીને રોકાણ વ્યૂહ ઘડવામાં આવે છે. આવી કટોકટીમાં વૈશ્વિક ઘટનાઓ અને અનિશ્વિતતાઓનો સમાવેશ પણ થાય છે. આ થીમ આવી તકોમાં ઊભી થનારી રોકાણની તકોને જોવાની તથા તેની અસરોના અર્થઘટનને સમજી શકતાં રોકાણકારને માટે એક તક પૂરી પાડે છે.

ઘણા રોકાણકારો માને છે કે સ્પેશિયલ સિચ્યૂએશન્સ એ એક પ્રકારનું વેલ્યૂ અથવા કોન્ટ્રેરિયન ઈન્વેસ્ટિંગ છે. જોકે કોન્ટ્રા સ્ટ્રેટેજીથી અલગ સ્પેશિયલ સિચ્યૂએશન્સ ફ્ંડ મેનેજર્સ કોઈ શેર્સને તે સસ્તો હોવાના કારણે અથવા તો આઉટ ઓફ્  ફેવર હોવાના કારણે નથી ખરીદતો પરંતુ કેટલાંક એવા ટ્રિગર્સને ગણનામાં લઈને ખરીદી છે જે ભવિષ્યમાં તેને વધુ આકર્ષક બનાવી શકે તેમ છે.

એક અન્ય ફ્ંડ રિસર્ચર જણાવે છે કે સ્પેશિયલ સિચ્યૂએશન ફ્ંડ એ સામાન્યરીતે એવા સ્ટોક્સમાં ઈન્વેસ્ટ કરે છે જે શેર્સ હંગામી ધોરણે ઘટાડામાંથી પસાર થઈ રહ્યાં છે પરંતુ તેમના ફ્ંડામેન્ટલ્સ મજબૂત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો