ICJ Hague Judgement : Kulbhushan Jadhav to Release from Pakistan?
  • Home
  • Featured
  • ઘુંટાતો સવાલ, ICJના ચુકાદા બાદ હવે કુલભૂષણનું શું? સ્વદેશ પાછો ફરશે ભારતનો લાલ?

ઘુંટાતો સવાલ, ICJના ચુકાદા બાદ હવે કુલભૂષણનું શું? સ્વદેશ પાછો ફરશે ભારતનો લાલ?

 | 8:34 pm IST

આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. આ કેસની સુનાવણીમાં એડહોક જજ તસ્સુદુક હુસૈન ગિલાની સહિત 16 ન્યાયાશીસ શામેલ હતાં. આ નિર્ણય 15:1થી ભારતના પક્ષમાં સંભળાવવામાં આવ્યો છે. હાલ કુલભૂષણ જાધવની ફાંસી રોકી દેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે હવે આગળ શું થશે?

ICJના નિર્ણય બાદ હવે સવાલ એ છે કે શું હવે પાકિસ્તાન કુલભૂષણ જાધવને મુક્ત કરશે અને તેની વતન વાપસી થશે? જોકે, પાક્સ્તાનનો રેકોર્ડ જોતા જાધવની તત્કાળ ભારત વાપસીની શક્યતા ઘણી ઓછી છે. એ વાતને લઈને પુરેપુરો સંશય છે કે તે આઈસીજેના નિર્ણય બાદ પણ કુલભૂષણ જાધવને મુક્ત કરશે. હવે જો પાકિસ્તાન આઈસીજેના આદેશ બાદ પણ કુલભૂષણ જાધવને મુક્ત ના કરે તો ભારત આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જઈ શકે છે.

આઈસીજેના ચુકાદા બાદ હવે પાકિસ્તાનની કોર્ટમાં નવેસરથી કેસ ચાલી શકે છે. પાકિસ્તને હવે જાધવને કાઉન્સિક એક્સેસ આપવું પડશે. જેથી એ વાત પણ સર્વવાદિત છે કે, કોઈને કોઈ વાંધા વચકા કાઢીને પાકિસ્તાન જાધવ કેસને કોર્ટમાં લટકાવવાનો પ્રયાસ કરશે. આ મામલો જેટલો ખેંચાય તેટલો ખેંચવા પાકિસ્તાન ગમે તે હદે જઈ શકે છે. તો સામે ભારત પણ કુલભૂષણ જાધવને જેમ બને તેમ જલ્દી મુક્ત કરાવવા એડીચોટીનું જોર લગાવશે.

જોકે મોદી સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે, અભિનંદનની માફક કુલભૂષણ જાધવને પન ભારત પાછા લાવવામાં આવશે. કારણ કે તે નિર્દોષ છે.

હવે જોવાનું રહેશે કે કુલભૂષણ જાધવને લઈને ભારત અને પાકિસ્તાન કે પરાંપારિક શત્રુ દેશો છે તેમના વચ્ચે કેવા કાયદાકીય દાવપેચ ખેલાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન