ICMR report on random sampling test results shows possible community transmission
  • Home
  • Corona live
  • કોમ્યુનિટી ટ્રાન્સમિશનને લઇ રેન્ડમ સેમ્પલિંગનું ચોંકાવનારું પરિણામ, ગુજરાતની સ્થિતિ ચિંતાજનક

કોમ્યુનિટી ટ્રાન્સમિશનને લઇ રેન્ડમ સેમ્પલિંગનું ચોંકાવનારું પરિણામ, ગુજરાતની સ્થિતિ ચિંતાજનક

 | 9:06 am IST

થોડાંક સપ્તાહ પહેલાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના વાયરસને લઇ રેન્ડમ સેમ્પલિંગ દ્વારા તપાસ શરૂ કરી હતી. હેતુ એ ભાળ મેળવવાનો હતો કે કયાંક કોરોના વાયરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે સામુદાયિક સ્તર પર સંક્રમિત તો નથી કરી રહ્યો ને. સામાન્ય ભાષામાં કહીએ તો ત્રીજા સ્ટેજમાં પહોંચ્યો તો નથી. ICMRએ હવે જે રિપોર્ટ આપ્યો છે તે એ વાત તરફ ઇશારો કરી રહ્યો છે કે દેશમાં હાલ કેટલાંય કલસ્ટરોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂકયું છે.

સીવિયર એક્યૂટ રેસ્પિરેટ્રી ઇલનેસ એટલે કે SARIના દર્દીઓના રેન્ડમ સેમ્પલિંગનું કામ ICMRએ શરૂ કરી દીધું છે. આ સેમ્પલિંગ પરથી એ ભાળ મેળવવાની કોશિષ કરાય રહી છે કે કયાંક કોમ્યુનિટી ટ્રાન્સમિશન તો થતું નથી ને. તો તેને લઇ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

જી હા પહેલાં કરાયેલા આ સેમ્પલિંગમાં 965 સેમ્પલોમાંથી 2 જ પોઝિટીવ કેસ આવ્યા હતા. ત્યારબાદ 19મી માર્ચ બાદ રણનીતિમાં ફેરફાર કરાયો અને નક્કી કરાયું કે હોસ્પિટલમાં દાખલ SARIના તમામ દર્દીઓના સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ 15મી ફેબ્રુઆરીથી 2 એપ્રિલની વચ્ચે લેવાયા.

સેમ્પલિંગની આ પ્રક્રિયામાં કુલ 5911 દર્દીઓના ટેસ્ટ થયા. તેમાંથી 104 (1.8) લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. આ તમામ ટેસ્ટ 52 જિલ્લાઓ અને 20 રાજ્યોમાં કરાયા.

કોરોનાથી પોઝિટીવ મળેલા 102 દર્દીઓમાંથી 40 લોકો (39.2 ટકા)ની કોઇ કોન્ટેક્ટ હિસ્ટ્રી કે પછી વિદેશ યાત્રા રહી નથી. 59 પોઝિટીવ દર્દીઓના એક્સપોઝરનો ડેટા મળ્યો નથી. એટલે કે 40+59=99 પોઝિટીવનો રેકોર્ડ મોટાપાયે ICMRને મળ્યો નથી. એ ખબર પડી નથી કે તેઓ કોરોના પોઝિટીવ કેવી રીતે આવ્યા? બેના કન્ફર્મ્ડ કોવિડ પોઝિટીવનો કોન્ટેક્ટ નીકળ્યો. તો એક પોઝિટીવ દર્દીની વિદેશ ટ્રાવેલની હિસ્ટ્રી હતી.

દેશના 15 રાજ્યોમાં 1 ટકાથી વધુ SARI દર્દીઓમાં કોવિડ-19 પોઝિટીવ

ગુજરાત: 792 SARI દર્દીઓના ટેસ્ટ કરાયા, તેમાંથી 13 કેસ કોરોના વાયરસ પોઝિટીવ (1.6%) મળ્યા

તામિલનાડુ: 577 SARI દર્દીઓના ટેસ્ટ કરાયા, તેમાંથી 5 કેસ કોરોના વાયરસ પોઝિટીવ (0.9%) મળ્યા

મહારાષ્ટ્ર: 533 SARI દર્દીઓના ટેસ્ટ કરાયા, તેમાંથી 21 કેસ કોરોના વાયરસ પોઝિટીવ (3.8%) મળ્યા

કેરાલા: 502 SARI દર્દીઓના ટેસ્ટ કરાયા, તેમાંથી 1 કેસ કોરોના વાયરસ પોઝિટીવ (0.2%) મળ્યા

આ વીડિયો પણ જુઓ : દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દવાઓની અછત સર્જાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન