ICMR Warns Of Another Chinese Virus Which Could Spread Disease In Country
  • Home
  • Featured
  • ICMRની મોદી સરકારને ચેતવણી : વધુ એક ચીની વાયરસ ભારતમાં મચાવી શકે છે હાહાકાર

ICMRની મોદી સરકારને ચેતવણી : વધુ એક ચીની વાયરસ ભારતમાં મચાવી શકે છે હાહાકાર

 | 4:38 pm IST

એક તરફ ભારત સહિત દોનિયા આખી કોરોના વાયરસના પ્રકોપનો પીછો છોડાવવા તનતોડ મહેનત કરી રહી છે ત્યારે બીજી બાજુ ચીનનો વધુ એક વાયરસનો ખતરો દુનિયા આખી માથે મંડરાવવા લાવ્યો છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) એ ભારત સરકારને ચેતવણી આપી છે કે, ચીનનો કૈટ ક્યૂ વાયરસ એટલે કે CQV ભારતમાં હાહાકાર મચાવી શકે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાયરસ લોકોમાં જ્વરની બિમારી, મેનિંઝાઈટિસ અને બાળકોમાં ઈન્સેફલાઈટિસની સમસ્યા ઉભી કરશે.

કૈટ ક્યૂ વાયરસની હાજરી હોવાના પુરાવા હાથ લાગ્યા

ICMRના પુના ખાતે આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સાત સંશોધકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચીન અને વિયેતનામમાં કૈટ ક્યૂ વાયરસની હાજરી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. ચીન અને વિયેતનામમાં ક્યૂલેક્સ મચ્છરો અને સૂવરોના આ વાયરસ જોવા મળે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, ભારતમાં પણ ક્યૂલેક્સ મચ્છરોમાં કૈટ ક્યૂ વાયરસ જેવા જ વાયરસ મળ્યા છે. ICMRનું કહેવું છે કે, સીક્યૂવી મૂળ સુવરમાં જ જોવા મળે છે અને ચીનના પાળતુ સુવરોમાં આ વાયરસ વિરોધી એન્ટિબોડી પણ વિકસી હોવાનું જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે, કૈટ ક્યૂ વાયરસે ચીનમાં સ્થાનિક સ્તરે કાળો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે.

883 સેંપલમાં મળી આવ્યા બે પોઝિટિવ

વૈજ્ઞાનિકોએ જુદા જુદા રાજ્યોમાં 883 લોકોના સેંપલ લેઆમાં આવ્યા અને અને બે માં વાયરસ વિરોધી એન્ટિબોડીઝ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને એક જ સમયે વાયરસથી સંક્રમિત થયા હતાં. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં જૂન મહિનામાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, માણસોમાં સીરમ સેંપલની તપાસમાં એંટી-સીક્યૂવી આઈજીજી એંટીબોડી મળી આવવી અને મચ્છરોમાં સીક્યૂવીનું રેપ્લકેશન કેપિસિટીથી જાણવા મળે છે કે, તે ભારતમાં આ બિમારી ફેલવાની ક્ષમતા ધરાવે છે.  

એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, ભારતના સંદર્ભમાં આંકડાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, કેટલાક મચ્છરો સીક્યૂવીને લઈને સંવેદનશીલ છે. આ પ્રકારે મચ્છર સીક્યૂવીના સંક્રમણનું કારણ બની શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન