ICUમાં ભરતી થયેલા કોવિડ દર્દીઓમાં કિડની ફેલ થવાનું વધારે જોખમ   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ICUમાં ભરતી થયેલા કોવિડ દર્દીઓમાં કિડની ફેલ થવાનું વધારે જોખમ  

ICUમાં ભરતી થયેલા કોવિડ દર્દીઓમાં કિડની ફેલ થવાનું વધારે જોખમ  

 | 2:00 am IST
  • Share

કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં કિડની બહુ ખરાબ રીતે ડેમેજ થઈ રહી છે અને પેશન્ટમાં તેના કોઈ લક્ષણો પણ જોવા મળતાં નથી. આવો દાવો અમેરિકાના વોશિંગ્ટન યુનિર્વિસટીના એક રિસર્ચમાં કરવામાં આવ્યો છે. આ રિસર્ચ અનુસાર કોરોનાના દર્દીઓ જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અથવા જેનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા તેમાં કિડની ડેમેજ થવાનું જોખમ વધારે રહેલું છે. ૧ સપ્ટેમ્બરે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે કોરોનાથી રિકવર થનારા દર્દીઓમાં ધમનીઓ સાથે સંકળાયેલી સમસ્યા જોવા મળે છે. સેંટ લૂઇસ હેલ્થ કેયર સિસ્ટમ અને વોશિંગ્ટન યુનિર્વિસટીના રિસર્ચરોએ અમેરિકામાં ફેડરલ હેલ્થ ડેટાનું વિશ્લેષણ કર્યું હતંુ જેમાં જોવા મળ્યું કે, કિડનીના ડેમેજ થવાનું કારણ લોંગ કોવિડ છે. નેશનલ કિડની ફાઉન્ડેશનનું કહેવું છે કે, લગભગ ૯૦ ટકા દર્દીઓમાં કિડની સાથે સંકળાયેલી બીમારીના લક્ષણો જોવા મળતાં નથી. હાલ ૩.૭ કરોડ અમેરિકનો આ સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે.  આ અંગે એક્સ્પર્ટનું કહેવું છે કે, કિડનીના દર્દીઓમાં ૭૦થી ૮૦ ટકા કિડની ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દે છે, ત્યાર સુધીમાં દર્દી તેને સમજી શકતો નથી. આ માટે કેટલાક લક્ષણોને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. જેમ કે યુરિનમાં પ્રોટીનના પ્રમાણનું વધવું, પગ, પગની ઘૂંટી અને આંખોની ચારે તરફ સોજા આવવા, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે. કિડનીને સ્વસ્થ રાખવા માટે સીડીસીના જણાવ્યા મુજબ બ્લડપ્રેશરને ૧૪૦/૯૦થી ઓછું રાખવું જોઈએ. આ સિવાય ઓછા મીઠાવાળો ખોરાક ખાવો જોઈએ અને તેમાં ફળ તેમજ શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન