ઈડર અને વડાલી ગામની હોળીનું ઈતિહાસ સાથે છે ખાસ કનેક્શન - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઈડર અને વડાલી ગામની હોળીનું ઈતિહાસ સાથે છે ખાસ કનેક્શન

ઈડર અને વડાલી ગામની હોળીનું ઈતિહાસ સાથે છે ખાસ કનેક્શન

 | 1:46 pm IST

સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વડાલીમાં ભગીરથ રાજાના વંશજો સગર સમાજ દ્વારા જૂની પરંપરાગત રિવાજો પ્રમાણે ચાર દિવસનો ફાગ મહોત્સવ ઉજવાય છે, જેમાં માનવમહેરામણ ઉમટ્યું હતું. ઈડર સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી હોળીના બીજા દિવસથી પાંચ દિવસ માટે ઈલોજી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઈતિહાસ જોઈએ તો હોળીકાને એક ખલનાયિકાના રૂપે લોકો જાણે છે. પરંતુ હિમાચલ પ્રદેશમાં હોળીકાના પ્રેમની ગાથા લોકોમાં પ્રચલિત છે. આ કથાને આધાર રાખીએ તો હોળીકા એમ લાચાર પ્રેમિકા તરીકે નજર આવે છે, જેણે પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો.

હિરણ્યકશ્યપની બહેન હોળીકાના લગ્ન ઈલોજી સાથે પૂર્ણિમાના રોજ નક્કી થયાં હતાં. આ બાજુ હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન હતો. અંતે તેની મહાત્વકાંક્ષાએ પુત્રની બલિનો પણ સ્વીકાર કરી લીધો. બહેન હોળીકા સામે જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો હોળીકાએ ના પાડી હતી. પછી હિરણ્યકશ્યપે તેના લગ્નમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. અંતે લાચાર થઈને હોળીકાએ ભાઈની વાત માની અને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની નિર્ણય કર્યો. તે અગ્નિ દેવતાની ભક્ત હતી અને અગ્નિથી તેને કોઈ હાનિ ન હતી.

આ જ દિવસે હોળીકાના લગ્નની તિથિ પણ હતી. આ બધી વાતથી અજાણ ઈલોજી વરઘોડો લઈને આવી રહ્યાં હતાં અને હોળીકા પ્રહલાદને બાળવાના પ્રયત્નમાં સ્વયં ભસ્મ થઈ ગઈ. જ્યારે ઈલોજી વરઘોડો લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં હોળીકાનો દેહ બળીને ખાખ થઈ ચૂક્યો હતો. ઈલોજી આ બધુ સહન ન કરી શક્યા અને તેમણે પણ હવનમાં કુદીને પોતાનો દેહ ત્યજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં આગ ઠરી ગઈ હતી. પોતાનું માનસનું સંતુલન ગુમાવીને ઈલોજી રાખ અને અર્ધ બળેલા લાકડાઓ લોકો પર ફેંકવા લાગ્યાં. બસ આ જ અવસ્થામાં તેમણે પોતાનું બાકીનું જીવન પસાર કર્યું. હોળીકા-ઈલોજીની આ પ્રેમગાથાને આજે પણ લોકો યાદ કરે છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભગીરથ રાજાના વંશજો, જે સવંત.૧૨૩૨ના વર્ષમા ચાંપાનેર (પાવાગઢ )નું પતન થતા સવંત.૧૨૭૨ના વર્ષમાં વટ્પલ્લિ (વડાલી) નગરમાં આવીને વસ્યા હતા. આ સમાજ દ્વારા હોળીના પર્વ નિમિત્તે ફાગણ મહોત્સવ ઉજવાય છે. જેમાં 5૦૦ વર્ષ જૂની પરંપરા પ્રમાણે વડાલી સગર સમાજના ભાઇઓ દ્વારા દાંડીયા, ફાગ રમવામાં આવે છે
અને આ ફાગ મહોત્સવમાં ધૂળેટીના દિવસથી સતત ચાર દિવસ સુધી ઢોલ નગારા વગાડવામાં આવે છે.