Idea to make good use of lockdown in Gujarati youth abroad
  • Home
  • Videos
  • Featured Videos
  • વિદેશની ધરતી પર બેઠેલા આ ગુજરાતી યુવકે લોકડાઉનનો સદ્દઉપયોગ કરવાનો સૂઝવ્યો આઈડિયા

વિદેશની ધરતી પર બેઠેલા આ ગુજરાતી યુવકે લોકડાઉનનો સદ્દઉપયોગ કરવાનો સૂઝવ્યો આઈડિયા

 | 2:44 pm IST

કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો સામે આવતા હોય છે. વિદેશોમાં કોરોનાની મહામારી વચ્ચે ત્યાંની સ્થિતિ શું છે તેને લઈને ભારતીયો પોતાના વીડિયો બનાવતા હોય છે. હાલ યુરોપના લાટવીયા શહેરનો એક ગુજરાતી યુવક કે જેનું નામ ધવલ છે. તેને ભારતમાં 21 દિવસ માટે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા લોકડાઉનને લઈને ખુબ જ મહત્વપૂર્ણ વાત જણાવી છે.

ગુજરાતી યુવક ધવલે જણાવ્યું છે કે, હાલ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારતમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવી રહ્યું છે, મહંદઅંશે સફળ પણ થઈ રહ્યું છે. ત્યારે ધવલે ઘરમાં રહેતા લોકોને લોકડાઉનમાં કઈ કઈ વસ્તુઓ કરવી અને કંઈ ના કરવી તેને લઈને એક વીડિયો બનાવ્યો છે.

યુરોપના લાટવીયા શહેરમાં રહેતા ધવલે જણાવ્યું કે, હાલ 21 દિવસના લોડડાઉનમાં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત તો કરી છે, પરંતુ લોકડાઉન એટલે શું? એક વેકેશન, હોલીડે કે જલસા કરવાના એવી કોઈ માહિતી આપી નથી. પરંતુ એક વાત નક્કી છે કે 21 દિવસ સુધી ઘરમાં બંધ રહેવાનું છે.

ત્યારે લોકડાઉનમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તેને લઈને માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં હાલ લોકો ઘરમાં બેસીને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે, તો કેટલાંક ફિલ્મ જોવે છે, કેટલાક વેબ સિરીઝ જોવે છે અને ગમે તેમ ટાઈમ પાસ કરે છે. ત્યારે લોકડાઉનના સમયમાં ટાઈમનો સદ્દઉપયોગ કેવી રીતે કરવો તે કોઈને ખબર રહેતી નથી.

ઘણા લોકો સ્ટડી કરતા હોય છે, નોવેલ વાંચતા હોય છે. કરિયર વિશે વિચારતા હોય છે. પરંતુ અમુક લોકો ગમેતેમ કરીને ટાઈમ પાસ કરતા હોય છે, ત્યારે તેમને મળેલા સમયમાં તેઓએ સ્ટડી વિશે વિચારવું જોઈએ. અને જેઓએ પાનની પીચકારી વગર ચાલતું નથી. તેવા માણસોએ ગેમ રમીન માઈન્ડ ફ્રેશ કરવું જોઈએ. પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે, જે દિવસભર સુતા રહે છે, આરામ કરતા હોય તે યોગ્ય ના કહેવાય. આવા લોકોએ ખરેખર જિંદગી માટે આગળની રણનીતિ બનાવવી જોઈએ.

ઈટલીમાં હજારો લોકો મૃત્યું પામ્યા છે. એક અંદાજ પ્રમાણે ઈટલીમાં 6800 લોકો મૃત્યુ પામ્યા છે. વિદેશોમાં વાત કરીએ તો, ફ્રાન્સ, ઈટલી, ચીન અને અમેરિકા, યુરોપમાં કોરોનાના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ભારતે આ મહામારીથી બચવા માટે 21 દિવસના લોકડાઉનને ગંભીરતાથી પાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન