NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આઈડિયા પાસે વોડાફોન સાથે મર્જર કરવા સિવાય નહતો બીજો કોઈ Idea, જાણો મર્જરના 5 કારણ

આઈડિયા પાસે વોડાફોન સાથે મર્જર કરવા સિવાય નહતો બીજો કોઈ Idea, જાણો મર્જરના 5 કારણ

 | 12:28 pm IST

આઈડિયા-વોડાફોને સોમવારે મર્જરની જાહેરાત કરી દીધી. આ મર્જરથી બંનેનું ઈન્ડિયામાં બિઝનેસ એક થઈ જશે. આની પાછળ પાંચ મોટા કારણ બતાવવામાં આવી રહ્યાં છે.

1. જિયો ઈફેક્ટ: પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવ્યા બાદ જિયો ટેલિકોમ સેક્ટરમાં બધાને પાછળ છોડી દીધા હતા. તેના કારણે સ્પર્ધા તેજ થઈ ગઈ હતી. જિયો ઈફેક્ટના કારણે એરટેલ પહેલા જ નાની-નાની કંપનીઓ સાથે પોતાનું બિઝનેસ વધારી રહ્યો છે.

2. ત્તીવ્ર સ્પર્ધાના કારણે: જિયોના કારણે વધેલી સ્પર્ધાના કારણે ભારતીય એરટેલ પાછલા ચાર વર્ષમાં સૌથી ઓછો નફો મેળવી શક્યા હતા. ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં નફામાં ઘણો મોટો ઘટાડો થયો હતો. આ સમય દરમિયાન દેશની ત્રીજા નંબરની સૌથી મોટી આઈડિયા સેલ્યૂલરે પણ પહેલી વાર નુકશાનનો સામનો કરવો પડ્યો હતો.

3. એરટેલ પહેલાથી જ કરી ચૂક્યો છે તૈયારી: ઉલ્લેખનિય છે કે, એરટેલે નોર્વેની કંપની ટેલિનોરના ભારતીય બિઝનેસને ખરીદીને પોતાને મજબૂત કરવાની કોશિશ કરી છે. આના કારણે આઈડિયા અને વોડાફોન પર દબાણ વધારે વધી ગયું હતું. જો આ એકસાથે નથતા તો ભારતમાં તેમના બિઝનેસ પર ખુબ જ મોટી નકારાત્મક અસર પડવાની સંભાવના હતી.

4. સૌથી મોટા બનવાની ઈચ્છા: આઈડિયા અને વોડાફોન પોતાના બિઝનેસને એક કરીને સૌથી મોટી ટેલિકોમ કંપની બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. આનાથી આ બંનેનો રેવન્યૂ 80 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

5. વધશે યુઝર્સની સંખ્યા: સબ્સક્રાઈબર્સની બાબતમાં પણ બંનેના નંબર યુઝર્સમાં વધારો થશે. વોડાફોન ઈન્ડિયાના અત્યાર 20 કરોડ કસ્ટમર્સ છે. જ્યારે આઈડિયા પાસે 18 કરોડ કસ્ટમર્સ છે. જેથી આ બંને મળી જશે તો યુઝર્સની બાબતમાં પણ તેઓ દેશી સૌથી મોટી કંપની બની જશે. એરટેલ હાલમાં નંબર વન છે જેની પાસે 26.34 કરોડ યુઝર્સ છે.

1