નકલી નોટની ઓળખ કરવા આ એપ કરો ડાઉનલોડ અને નુકસાનથી બચો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નકલી નોટની ઓળખ કરવા આ એપ કરો ડાઉનલોડ અને નુકસાનથી બચો

નકલી નોટની ઓળખ કરવા આ એપ કરો ડાઉનલોડ અને નુકસાનથી બચો

 | 1:47 pm IST
  • Share

જો તમે નકલી નોટોની ઓળખથી હેરાન છો અને તમને લાગે છે કે તમારી આસપાસ નકલી નોટો ફરી રહી છે તો તમે આ એક મોબાઇલ એપ દ્વારા તેની ઓળખ કરી શકો છો. ખાસ વાત તો એ છે કે આ એપ ભારતીય રૂપિયા સિવાય ડોલર અને અન્ય પ્રોડક્ટ્સની પણ ઓળખ કરે છે. તો આવો જાણીએ આ એપ કેવીરીતે કામ કરે છે.

આ એપનું નામ Chkfake છે. આ એપને ગુગલ પ્લે-સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ બનાવનારનો દાવો છે કે Chkfake દુનિયાની પ્રથમ એવી એપ છે જે નકલી નોટોની ઓળખ કરે છે. તમે પણ એપ દ્વારા નોટની ઓળખ કરવા માગો છો તો એપ ઓપન કરો અને નોટને સ્કેન કરો. તમે આ એપનો ઉપયોગ કરો અને જણાવો કે એપ બરાબર કામ કરે છે કે નહી.

ઉલ્લેખનિય છે કે કેટલાક દિવસો અગાઉ એવા સમાચાર હતા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ નકલી નોટોની ઓળખ કરવા માટે એક મોબાઇલ એપ તૈયાર કરી રહી છે. તેની તાજેતરમાં ટેસ્ટિંગ ચાલી રહી છે. 100 ટકા વિશ્વાસ થયા બાદ એપને લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન