Idradhanush Mahadev Mandir In Khambaht at Ananand
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: એક લોટો જળ ચઢાવતા જ ગુજરાતના આ મંદિરમાં મનોકામના થાય છે પૂર્ણ

Video: એક લોટો જળ ચઢાવતા જ ગુજરાતના આ મંદિરમાં મનોકામના થાય છે પૂર્ણ

 | 9:00 am IST

ગુજરાતના આણંદ જીલ્લાના ખંભાત તાલુકામાં ખંભાતના અખાતના કિનારે બિરાજે છે સ્વંય સદાશિવ. જ્યાં દેવાધિદેવ ઇન્દ્રધુમ્નેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે. આ મંદિર રાજયના કેટલાક એવા શિવાલયોમાં સ્થાન પામ્યુ છે કે જ્યાં સૂર્ય, સાગર અને શિવજીનો સુગમ સંગમ થતો હોય. અને તેની આ જ ખાસિયતને કારણે આ મંદિર લાખો ભક્તોના મનમાં અદકેરુ સ્થાન ધરાવે છે.

દરિયા કિનારે અને ખંભાતના અખાત ખાતે આવેલ થર્મલ પાવર સ્ટેશનને અડીને આવેલ આ ઇન્દ્રધુમ્નેશ્વર મહાદેવે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને પુણ્યનુ ભાથુ બાંધે છે. ભક્તોનું માનવુ છે કે જો એક લોટો જળ આ ઇન્દ્રધુમ્નેશ્વર મહાદેવને ચઢાવીને કોઇ પણ ઇચ્છા મનમાં ધરાવીએ તો તે અહીં બિરાજતા મહાદેવ તુરંત જ પૂર્ણ કરે છે.

ભકતોનું કહેવું છે કે આ મંદિરમાં ના ઇતિહાસની વાત કરીએ તો રાજાશાહી સમયમાં અહીના રાજા રાજા ઇન્દ્રધુમ્નેશ્વર દ્વારા આ શિવલિંગની સ્થાપના થઇ હતી. કહેવાય છે કે રાજા ઇન્દ્રધુમ્નેશ્વરને દેવાધિદેવ પર અપાર શ્રદ્ધા હતી અને તેમના રાજ્યની રક્ષા માટે તેમણે આ શિવાલયની સ્થાપના કરી હતી.

સ્થાનિકોનું કહેવુ છે કે સ્વયં નારદમુનિ પણ આ સ્થાન પર તપ કરતા હતા અને આ જ સ્થાન પર તેમને દેવર્ષીનું ઉપનામ પ્રાપ્ત થયુ હતુ જેથી કરીને આ મંદિરમાં દર્શને આવતા ભક્તોને તમામ દેવોની અતિપાવન ઉર્જાની આ સ્થાને પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

મહાદેવ મંદિરમાં શિવજીને ભજવાના તમામ મહત્વપુર્ણ દિવસોમાં અનેક કાર્યક્રમો યોજાય છે જેનો લાહ્વો સ્થાનિક લોકોની સાથે સાથે આસપાસના ગામના લોકો પણ લે છે અને પોતાની મનોકામના માનીને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન