એકદમ ડરામણો કિસ્સો આવ્યો સામે, મહિલાનું સ્તન કાપી બેગમાં નાંખી ઘેર લઈ જવાયું - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એકદમ ડરામણો કિસ્સો આવ્યો સામે, મહિલાનું સ્તન કાપી બેગમાં નાંખી ઘેર લઈ જવાયું

એકદમ ડરામણો કિસ્સો આવ્યો સામે, મહિલાનું સ્તન કાપી બેગમાં નાંખી ઘેર લઈ જવાયું

 | 9:04 pm IST

કેરળના ઈડુકીમાં મંગળવારે સાંજે 41 વર્ષના એક મહિલાની ક્રૂર, ઘાતકી હત્યા કરવામાં આવી. મહિલાનું ડાબું સ્તન ઝીણા ટુકડામાં કપાયેલું મળ્યું. આ પ્રકરણમાં પોલીસે આરોપી થોડુપુમીના 30 વર્ષના યુવક ગિરીશની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના એક દુકાનના સીસીટીવીમાં કંડારાયેલી જોવા મળી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલા અડિમલી નિવાસી અબ્દુલ સિયાદની પત્ની સલીના તરીકે થઈ છે. તે વિસ્તારની સભાસદ- મેમ્બર હતી. એક ઉત્પીડનના કેસમાં આરોપી તેને મળ્યો હતો. ત્યાર બાદ સલીનાએ 1,08,000 રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા નહોતા. ગિરીશે હપ્તેથી એક કાર પણ સલીનાને અપાવી જેના હપ્તા તેણે ભર્યા નહીં. ગિરીશને પૈસાની જરૂર પડી. તે ઉઘરાણી માટે ગયો. બોલાચાલી થતાં ગિરીશે સલીનાનું ડાબું સ્તન કાપી પ્લાસ્ટિકની થેલીમાં નાખી ઘરે લઈ ગયો. ઘટનાની સઘન તપાસ થઈ રહી છે.