IELTS Cue Card Sample Describe your favorite animal
  • Home
  • Astrology
  • તમારા ઘરની સામે આવી અચાનક રડવા લાગે શ્વાન તો સમજી લો કે…

તમારા ઘરની સામે આવી અચાનક રડવા લાગે શ્વાન તો સમજી લો કે…

 | 3:52 pm IST

આપણા જીવનમાં હંમેશા કાળ ચક્ર ફરતું જ રહે છે. ક્યારેક ખુશીઓનો ખજાનો મળી જાય છે તો ક્યારેક ઉદાસ થઈ જવાય છે. ક્યારેક સુખ પ્રાપ્ત થાય છે તો ક્યારેક દુખોનો પહાડ તુટી પડે છે. કેટલીક ઘટનાઓ બની જાય પછી આપણને લાગે કે આપણી સાથે આ ન થયપં હોત તો કેટલું સારૂ હોત તો ક્યારેક એવુ પણ થાય કે આ ઘટનાના કારણે જ આપણે ખુશ રહીએ છીએ આપણા પણ કુદરતનો હાથ છે. કેટલીક ઘટનાઓ આપણા માટે ખુબજ લકી સાબિત થાય છે આપણે તેને ગુડલક માનવા લાગીએ છીએ.

આ પણ વાંચો: સોમવાર છે લક્કી, એક ઉપાય કરો એટલે ઘરની બહાર નીકળતા જ સફળતા તમારી મુઠ્ઠીમાં!

આપણી સાથે કોઈ સારી કે ખરાબ ઘટના થવાની હોય ત્યારે આપણને પહેલા જ કેટલાક સંકેત પ્રાપ્ત થાય તેવી આપણા શાસ્ત્રોમાં માન્યતા રહેલી છે. જાનવરોને ભગવાને જીભ નથી આપી પણ એવી શક્તિ આપી છે કે તે આવા સંકેતોને પહેલા જ માપી લેતા હોય છે. આજે આપણે એવાજ કેટલાક સંકેતો અંગે જાણીશું.

આપણા ઘર આંગણે રહેલું અને સૌથી વધારે વફાદાર પ્રાણી એટલે શ્વાન, જો આ શ્વાન આપણા ઘરની સામે જોઈ ચંદ્રમા તરફ મોં કરી રડે તો સમજી લેવું કે કોઈ અપશુકન થઈ રહ્યુ છે આ ખુબજ અશુભ સંકેત માનવામાં આવે છે. સવાર સવારમાં જો ઘોડો દેખાય તો તેને ખુબજ શુભ માનવામાં આવે છે. પણ જો સવારે ઉઠતાની સાથે જ તમને ઘોડાનું પુછટું દેખાય તો સમજી લેવુ કે કોઈ અશુભ સમાચાર આવી રહ્યા છે.

જો તમે કોઈ કામ માટે ઘરથી નીકળ્યાં હો અને રસ્તામાં ઘેટાઓનું ટોળુ દેખાય તો સમજી જવું કે જે કામ માટે નીકળ્યા છો એ કામમાં સફળતા પ્રાપ્ત થશે. ખીસકોલીને ભગવાન રામની ભક્ત માનવામાં આવે છે, જ્યાં પણ તે હસતી ખેલતી ફરતી હોય ખુશીઓ ત્યાં અચુક આવે છે.

આ લેખ લોક પરંપરાઓ અને માન્યતાઓને આધારે લખાયો છે અમારો આશય કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે અવિશ્વાસ ફેલાવવાનો નથી.

આ Video જુઓ: દર્શન કરો જામનગરના સપડા ગામના સિદ્ધિ વિનાયક મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન