If a gurus please, a certain person who gone astray may God's favorite.
  • Home
  • Featured
  • VIDEO: જો કોઈ વ્યક્તિ ખોટી સંગતમાં ફસાયો હોય તો ગુરુકૃપાથી મળશે સાચો માર્ગ, જાણો આ ખાસ વાત

VIDEO: જો કોઈ વ્યક્તિ ખોટી સંગતમાં ફસાયો હોય તો ગુરુકૃપાથી મળશે સાચો માર્ગ, જાણો આ ખાસ વાત

 | 9:28 am IST

આજે છે મહા વદ ચોથ અને બુધવાર. જેણે જીવનમાં સંસ્કાર અને ધર્મનું પાવન કરવાનો સંદેશ આપ્યો એવા શ્રી રામને યાદ કરવાનો દિવસ. કોઈને કોઈ કારણ સર વ્યક્તિ ખોટી સંગતમાં ફસાયો હોય તો ગુરુકૃપાથી સાચો માર્ગ મેળવવાની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. અયોધ્યાના રાજા કહેવાય છે પ્રભુ શ્રી રામ. જેને આજે પણ મર્યાદા પુરષોત્તમ તરીકે પૂજાય છે. જીવનના આરંભથી માંડી અંત સુધી રામનું નામ આપણી સાથે જોડાયેલુ છે. જે ભક્ત સાચા મનથી ભજે છે શ્રી રામનું નામ. તેના ભવોભવના પાપ દૂર થાય છે. કળિયુગમાં ભજન કિર્તનનો અપાર મહિમા છે.

ગુરુ અને ભગવાનની કૃપાથી માર્ગ ભટકેલો માનવી કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરી શકે, આ વિશે માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. ખોટી સંગત, ખોટા કર્મો કે ખોટી આદતો. આ એ નકારાત્મક બાબતો છે જે વ્યક્તિના જીવનવૃક્ષને નષ્ટ કરી દે છે. પરંતુ જો ગુરુકૃપા થાય તો ચોક્કસથી માર્ગ ભટકેલો માનવી પરંમાત્માનો પ્રિય બની શકે છે. આ જ વિશેનું માર્ગદર્શન મેળવીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન