If a husband meets his ex-wife ... know what to do?
  • Home
  • Featured
  • પતિ તેની પૂર્વ પત્નીને મળતો હોય તો… જાણો શુ કરવું ?

પતિ તેની પૂર્વ પત્નીને મળતો હોય તો… જાણો શુ કરવું ?

 | 10:00 am IST

દાંપત્ય । દિપાલી ડાકવાલા

દરેક વ્યક્તિને પોતાનો ભૂતકાળ હોય છે. જેમાં કેટલી બધી વાતો, યાદો, ઘટનાઓ સમાયેલી હોય છે. વ્યક્તિનો રાઝ પણ ભૂતકાળમાં છુપાયેલો હોય છે. ક્યારેક વાતોમાં કે વ્યવહારમાં ભૂતકાળની યાદોની ઝલક દેખા દે છે. પરંતુ વાત જો પતિની પૂર્વ પત્ની અને તેના રિલેશનની હોય તો ! મનમાં પતિને લઇને કેટલાંય ન કરવાનો વિચારો આવે છે. પતિ પર શકની સંભાવના વધી જાય છે. પતિને ખરી-ખોટી સંભળાવવી કે ઝઘડો કરવો એ આ સમસ્યાનું સમાધાન છે? ના, તો પછી શું કરવું જ્યારે પતિ તેની પૂર્વ પત્નીને મળતો હોય.

તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરો છો. તમારા આચાર-વિચાર, પસંદ-નાપસંદ બધું જ એકબીજાને મળતું આવે છે. તમે બંને સારા મિત્ર પણ છો. તમારા પતિ પણ તમારી દરેક વાતનું ધ્યાન રાખે છે. તમારી લાગણીની કદર કરે છે. તમારું લગ્નજીવન ખુશહાલ છે. પરંતુ એક દિવસ તમને ખબર પડે કે તમારો પતિ હજી પણ તેની પૂર્વ પત્નીને મળે છે તો! આખી પરિસ્થિતિ બદલાઇ જાય છે. તમે ડિસ્ટર્બ થઇ જાવ છો. અને એ સ્વાભાવિક પણ છે. હવે હૃદયમાં પ્રેમનું સ્થાન શક લઇ લે છે. જો આ સ્થિતિને સમજવામાં ન આવે તો સંબંધ વિચ્છેન પણ થઇ શકે છે. Relationship Relationship આવી નાજુક પરિસ્થિતિને કઇ રીતે સંભાળવી જોઇએ.

સચ્ચાઇ જાણો

જો તમને ખબર પડે કે પતિ તેની પૂર્વ પત્નીને હજી પણ મળે છે તો પતિને અપશબ્દ કહેતા, ઝઘડો કરતા કે પતિ પર શક કરતા પહેલા સચ્ચાઇ શું છે તે જાણવાનો પ્રયાસ કરો. તમારા પતિની જિંદગીમાં તેની એક્સ પત્નીનું શું સ્થાન છે? તેમના સંબંધોની હદ શું છે? તેમનું લગ્નજીવન કેટલા વર્ષ ચાલ્યું હતું? કયા કારણોસર બંને છૂટા પડયા વગેરે. આ બાબતની ચર્ચા તમારા પતિ સાથે શાંતિપૂર્વક કરવી. જો તમે પૂર્વ પત્ની સાથે પણ આ બાબતની ચર્ચા કરો તો ઘણી બધી નવી વાતો તમે જાણી શકો. ચર્ચા કરતાં પહેલા અણગમતી વાતો માટે પણ મનને તૈયાર રાખવું. તટસ્થ ભાવે બંનેની વાતો સાંભળવી. વાતોના ખુલાસામાં તમે સમજી શકશો. બંને કોઇ કારણોસર મળે છે. પરંતુ બંને વચ્ચે ફરીથી સંબંધ બંધાવવો શક્ય નથી.

પોતાને પતિની જગ્યા પર રાખો

હા, જેનાથી તમે પરિસ્થિતિને સારી રીતે સમજી શકશો. દરેક વ્યક્તિને પોતાનો અતીત હોય છે. તમારા પતિનો પણ એક ભૂતકાળ છે. તેની અસર તમારા હાલના જીવન પર થોડી ઘણી પડે તે સ્વાભાવિક છે. જો તમારે પણ પહેલા પતિ કે પ્રેમી હોય તો સંબંધ તૂટયા પછી પણ દોસ્તની જેમ સારી રીતે રહી શકાય તે તમે સરળતાથી સમજી શકશો. કદાચ તમારા પતિની બાબતમાં પણ આવું જ હોય. વાતને સારી રીતે સમજવાથી શક દૂર થાય છે અને સંબંધ ઘનિષ્ઠ બને છે.

પતિને સ્પેસ આપો

દરેક વાતમાં તમારી જીદ અને મરજી ન ચલાવશો. જો પતિ તેની એક્સ પત્નીને મળવા જાય તો તેને રોકો નહીં. હા, આ કરવું ઘણું મુશ્કેલ છે પરંતુ સમજદારીથી કામ લો. જો તમે ગમે તેમ બોલશો, શક કે જલનની ભાવનાથી તમારા સંબંધ બગડવાની સંભાવના વધે છે. પરંતુ જો તમે હસીને પૂર્વ પત્નીને મળવા જવાની સ્વીકૃતિ આપશો તો પતિના મનમાં તમારા તરફનો પ્રેમ અને વિશ્વાસ દૃઢ થશે. તમારી તરફ આદરનો ભાવ વધશે. પતિને સ્પેસ આપશો તો તમારો ફાયદો થશે.

પ્રેક્ટિકલ બનો

કહેવાય છે ને મન કર્તા, મન ભર્તા હિન્દીમાં કહેવત છે, ‘મનહી અપના બૈરી મુઆ’ ન વિચારવાના કેટલાય વિચારો મન કરી લે છે. એટલે જ તમારા મનને મગજ ઉપર હાવી ન થવા દો. તમે પ્રેક્ટિકલ બનો. ભલે તમારા પતિ પહેલી પત્નીને મળે પરંતુ હવે પહેલાંનો સંબંધ નથી. હાલમાં તમે પતિ-પત્ની છો અને તમારું લગ્ન જીવન મધુર છે. તમારા દાંપત્ય જીવનનું વિશ્લેષણ કરો. તમારું ખુશહાલ જીવન એ વાતની સાબિતી છે કે તમારો પતિ, તમારો જ છે. શકને મનમાંથી દૂર કરો. Positive Thinking કરો.

તમે પણ પૂર્વ પત્ની સાથે સંબંધ રાખો

હા, તમે પણ પતિની પૂર્વ પત્નીની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખો. તમે એક્સ વાઇફને ઘર પર ઇનવાઇટ કરો કે બહાર કોફી શોપ પર પણ મળી શકો. વાતચીત દરમિયાન તમે તેના સ્વભાવ વિશે અને સંબંધની ગહેરાઇ વિશે જાણી શકશો. તમે અનુમાન લગાવી શકશો કે બંને વચ્ચે કયા પ્રકારના અને કેટલી હદ સુધીના સંબંધ છે. તમે જાણી શકશો કે સંબંધ સુરક્ષિત છે કે ભયજનક. તમારી પૂર્વ પત્ની સાથેની મિત્રતાની તમે સમજી શકશો કે પતિ સાથે કઇ રીતે વ્યવહાર કરવો, તેની લાગણીને સમજવી, સંબંધ કઇ રીતે વધારે મજબૂત કરવો. પૂર્વ પત્ની સાથે મિત્રતા રાખવામાં હઙ્ઘૈિીષ્ઠંઙ્મઅ ફાયદો તમને જ થશે.

સ્પષ્ટ રહો : ખુલ્લા મનથી સ્વીકારો

પતિ-પત્નીનો સંબંધ ટકાવી રાખવા, વધારે મજબૂત બનાવવા માટે મનમેળ હોવો ખૂબ જરૂરી છે. સાથે સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી, એકબીજાને આદર આપવો. એકબીજાને તેની ખામી અને ખૂબી સાથે સ્વીકારવું પણ ખૂબ જ જરૂરી છે. ભૂતકાળ બધાને હોય છે. ગમતી કે અણગમતી વાતો ભૂતકાળમાં બનેલી હોય છે. જો તમે ખુલ્લા મનથી સ્વીકાર કરશો તો પતિનું પૂર્વ પત્નીને મળવું એ કોઇ ચિંતાનું કારણ નહીં બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન