ફોન માંથી ફોટો અથવા મેસેજ ડિલીટ થઇ જાય તો આ રીતે ડેટા રિકવરી કરી શકશો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ફોન માંથી ફોટો અથવા મેસેજ ડિલીટ થઇ જાય તો આ રીતે ડેટા રિકવરી કરી શકશો

ફોન માંથી ફોટો અથવા મેસેજ ડિલીટ થઇ જાય તો આ રીતે ડેટા રિકવરી કરી શકશો

 | 6:33 pm IST
  • Share

આપણા સ્માર્ટફોનમાં ફોટો, વીડિયો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ સેવ હોય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે તે ફાઈલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો ભુલથી તમારો ડેટા ડિલીટ થઈ જાય તો શું કરશો? આવી સ્થિતિમાં ગભરાઈ જવાની જરૂર નથી. એવી અનેક થર્ડ પાર્ટી એપ ઉપલબ્ધ છે જે એન્ડ્રોઈડ અને iOSમાં ડિલીટ થઈ ગયેલા ડોક્યુમેન્ટ્સ પાછા લાવી શકે છે.

DiskDigger અને Deleted Photo Recovery એપ્સને તમે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્સની મદદથી તમે તમારા ફોનને સ્કેન કરી શકો છો અને તાજેતરમાં ડિલીટ થયેલા ફોટોસને પાછા મેળવી શકો છો. iOS યુઝર્સ માટે તો આ સરળ કામ છે. લેટેસ્ટ iOSમાં ડિલીટ થયેલા ફોટોસ 30 દિવસ સુધી સેવ રહે છે, તમે ‘Recently Deleted’ ફોલ્ડરમાંથી ફોટો રિકવર કરી શકો છો.

કોન્ટેક્ટ્સ અને ટેક્સ્ટ મેસેજ માટે Android Data Recovery એપ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપની મદદથી તમે ટેક્સ્ટ મેસેજ, કોન્ટેક્ટ નંબર અને ફોટોસનો પણ બેકઅપ લઈ શકો છો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે.

iOS અને apple યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપ પર ડિપેન્ડ રહેવાની જરૂર પડતી નથી. તમારા ડિવાઈસ પર જ તમને આ સુવિધા આસાનીથી મળી રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો