If Aliens attack on earth loss to human: Scientist to warn
  • Home
  • Featured
  • એલિયન્સ સામે યુદ્ધ થયુ તો માનવજાત બરબાદ થઇ જશે: વૈજ્ઞાનિક

એલિયન્સ સામે યુદ્ધ થયુ તો માનવજાત બરબાદ થઇ જશે: વૈજ્ઞાનિક

 | 1:24 pm IST
  • Share

  • UFO એ આપણી પૃથ્વી પર હુમલો કરી દીધો તો આપણે બરબાદ થઇ જઇશું
  • અત્યાર સુધીમાં એલિયન્સને લઇ કેટલાંય પ્રકારના દાવા
  • SETI ઇન્સ્ટિટ્યુટ એલિયન્સ પર રિસર્ચ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ

એલિયન્સ પર અભ્યાસ કરનાર દુનિયાના જાણીતા વૈજ્ઞાનિકનું માનવું છે કે જો ભવિષ્યમાં ગમે ત્યારે UFO એ આપણી પૃથ્વી પર હુમલો કરી દીધો તો આપણે બરબાદ થઇ જઇશું. Seth Shostak એ કહ્યું કે જો આવું કયારેય બને છે તો આ આખી દુનિયા માટે સંકટ પેદા કરી દેશે અને તેના માટે માત્ર આપણે જ જવાબદાર રહીશું જે આજે આ ‘આશંકા’ને ગંભીરતાથી લઇ રહ્યા નથી. અત્યાર સુધીમાં એલિયન્સને લઇ કેટલાંય પ્રકારના દાવા થઇ ચૂકયા છે પરંતુ કોઇપણ દાવાની પુષ્ટિ થઇ શકી નથી.

જો આ યુદ્ધ થયું તો આપણી હાર નક્કી

SETI ઇન્સ્ટિટ્યુટમાં ખગોળ વિજ્ઞાનીએ ડેલીસ્ટાર સાથે વાત કરતાં કહ્યું કે જો એલિયન્સ ધરતી પર આવે અને હુમલો કર્યો તો આપણે કશું જ કરી શકવાના નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે એક દિવસ તેઓ અંતરિક્ષમાં દૂર કોઇ ખૂણામાં આવેલા અજ્ઞાત સભ્યતા સાથે સંપર્ક સ્થાપિત કરી શકશે. પરંતુ તેમણે ચેતવણી આપી કે જો યુદ્ધ થયું તો આપણી હાર નક્કી છે. કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં આવેલી SETI ઇન્સ્ટિટ્યુટ એલિયન્સ પર રિસર્ચ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

કોઇપણ ‘આશંકા’ને ગંભીરતાથી લઇ રહ્યા નથી

Seth આ ઇન્સ્ટિટ્યુટમાં વરિષ્ઠ ખગોળ વિજ્ઞાની છે અને એલિયન્સને લઇ લાંબા સમયથી ચાલી રહેલા રિસર્ચનો હિસ્સો છે. તેમણે કહ્યું કે જો કોઇ દિવસ એલિયન્સ સાથે સંપર્ક થયો તો આ બહુ મોટા સમાચાર હશે. બીજા લોકો પણ તેના માટે કરશે અને આ રિસર્ચ વિજ્ઞાનને બદલી નાંખશે. પરંતુ જો એક પણ એલિયન પૃથ્વી પર આવે છે તો આ આખી દુનિયા માટે ખરાબ સમાચાર હશે કારણ કે સંયુકત રાષ્ટ્રથી લઇ દેશોની સરકારો કોઇપણ આ ‘આશંકા’ને ગંભીરતાથી લઇ રહ્યા નથી.

UN આંતરરાષ્ટ્રીય પ્રોટોકલ બનાવે

તેમણે કહ્યું કે તેઓ પોતાના ઇન્સ્ટિટ્યુટના સાથીઓની સાથે લાંબા સમયથી સંયુકત રાષ્ટ્રનો પક્ષ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની કોશિશ બીજી સભ્યતાથી પહેલી મુલાકાત માટે તૈયારી તરીકે એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલની સ્થાપના છે. પોતાની વાત રિપીટ કરતાં કહ્યું કે જો બીજી દુનિયાના પ્રાણી પૃથ્વી પર આવે છે તો આપણે ઘણું બધું કરવાની સ્થિતિમાં હોઇશું નહીં. જો કે આજ સુધી એલિયન્સની હાજરીને લઇ કોઇને કંઇપણ પુરાવા મળ્યા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો