If Amit Shah stayed here see community harmony: Bangladesh Foreign Minister
  • Home
  • Featured
  • CAB પર મુસ્લિમ દેશો ભડક્યા, આ દેશે તો કહ્યું – ‘અમિત શાહ અમારે ત્યાં થોડાક દિવસ રોકાઇને જુએ’

CAB પર મુસ્લિમ દેશો ભડક્યા, આ દેશે તો કહ્યું – ‘અમિત શાહ અમારે ત્યાં થોડાક દિવસ રોકાઇને જુએ’

 | 1:25 pm IST

નાગરિક સંશોધન બિલ, 2019 બુધવારના રોજ રાજ્યસભામાંથી પસાર થઇ ગયું. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી આવતા પ્રતાડિત અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે. બિલ પાસ થતાની સાથે જ ત્રણેય દેશોમાંથી પ્રતિક્રિયા આવી છે. આ સિવાય મુસ્લિમ દેશોના મીડિયામાં પણ આ બિલને લઇ ચર્ચા જોવા મળી રહી છે.

પાકિસ્તાનનો બિલને લઇ વિરોધ

પાડોશી દેશ પાકિસ્તાને ‘નાગરિક સંશોધન બિલ’ને પક્ષતાપૂર્ણ ગણાવી તેનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે આ બિલ બંને દેશોની વચ્ચે તમામ દ્વિપક્ષીય કરારનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. અમે તેની પણ નિંદા કરીએ છીએ કે ભારત પાડોશી દેશોના કથિત પ્રતાડિત અલ્પસંખ્યકોના ઠેકાણા તરીકે પોતાને રજૂ કરવાની કોશિષ કરી રહ્યું છે.

અમિત શાહે અમારે ત્યાં રોકાઇ તો જુએ: બાંગ્લાદેશ

બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મેમને કહ્યું કે આનાથી ભારતની સેક્યુલર છબીને નુકસાન પહોંચશે. ભારત ઐતિહાસિક રીતે એક સહિષ્ણુ દેશ રહ્યો છે જેને ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ વ્યકત કર્યો છે પરંતુ જો આ રસ્તા પરથી ભટકે છે તો તેમની ઐતિહાસિક છબી નબળી પડી જશે. ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કરતાં ટિપ્પણી કરી કે બાંગ્લાદેશ જેવા થોડાંક જ દેશ છે જ્યાં સાંપ્રદાયિક સૌહાર્દતા કાયમ છે. જો અમિત શાહ થોડાંક મહિના બાંગ્લાદેશમાં પસાર થશે તો તેમને આપણા દેશની સાંપ્રદાયિક એકતા અંગે ખબર પડી જશે. અમિત શાહને જેમણે માહિતી આપી કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોને ઉત્પીડન કરાય છે તે સાચુ નથી. અમારા દેશમાં મોટાભાગના નિર્ણયો અલગ-અલગ ધર્મના લોકોએ લીધા છે…અમે કયારેય કોઇને ધર્મના આધાર પર જજ કર્યા નથી.

અમને પાકિસ્તાન સાથે કેમ રાખ્યા? : અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના રાજદૂતે પણ આ બિલને લઇ આપત્તિ વ્યકત કરી છે. અફઘાનિસ્તાને કહ્યું કે તેઓ એવા દેશોમાં સામેલ નથી જ્યાં સરકાર અલ્પસંખ્યકોની સાથે ભેદભાવ કરતી હોય. અગ્રણી મીડિયા સાથે વાત કરતાં રાજદૂત તાહિર કાદિરીએ કહ્યું કે છેલ્લાં કેટલાંય વર્ષથી સરકાર અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યક સિખ સમુદાયના અમારા ભાઇઓ અને બહેનોને પૂરું સમ્માન આપી રહી છે. અમારા મનમાં તેમના માટે ખૂબ જ સમ્માન છે અને અમારા સંસદમાં તેમના માટે સીટો આરક્ષિત છે અને પ્રેસિડેન્શિયલ પેલેસમાં પણ તેમના પ્રતિનિધિ હાજર છે. અફઘાનિસ્તાનને પાકિસ્તાન જેવા દેશોની સાથે રાખી શકાય નહીં. તેમણે કહ્યું કે અલ્પસંખ્યતોની વાત કરીએ તો અફઘાનિસ્તાન ચાર દાયકાથી ગૃહયુદ્ધમાં ઝઝૂમી રહ્યું છે અને તમે સમજી શકો છો કે યુદ્ધમાં શું થાય છે. અફઘાનિસ્તાનના તમામ નાગરિક યુદ્ધ પીડિત રહ્યા છે અને તેમાં તેમની ધાર્મિક ઓળખની કોઇ ભૂમિકા નહોતી. અફઘાન દૂતાવાસે તાજેતરમાં જ ભારતમાં રહેતા અફઘાન શિખો માટે આઇડી કાર્ડ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન