if-any-sign-from-these-have-in-palm-then-luck-helps-a-person-to-shine-out
  • Home
  • Astrology
  • આ 13 શુભ ચિહ્નોમાંથી કોઈ જો હોય હથેળીમાં, તો બની જાય છે ભાગ્ય

આ 13 શુભ ચિહ્નોમાંથી કોઈ જો હોય હથેળીમાં, તો બની જાય છે ભાગ્ય

 | 4:07 pm IST

દરેક વ્યક્તિ પોતાના દમ પર આગળ આવવાની ઈચ્છા રાખતો હોય છે અને જીવનમાં કઈં કરી બતાવવા માંગતો હોય છે. જો કે માટે એ માટે સૌથી પહેલાં તો યોગ્યતા હોવી જોઈએ. અને બીજું ભાગ્ય કે તકદીર હોવું જોઈએ. જો કે તમને કદાચ ખબર નહિં હોય પણ તમે તમારું ભાગ્ય જન્મની સાથે જ તમારી મુઠ્ઠીમાં બંધ લઈને આવ્યા હોવ છો. તમારી હથેળીમાં થતાં ચિહ્નો સુપેરે એ વાત જણાવે છે કે તમારા જીવનમાં શું છે. ધનની પ્રાપ્તિ, સફળતા કે સુખી પારિવારિક જિંદગીની જો તમને ખેવના હોય તો ચકાસો અત્યારે જ તમારો હાથ, છે અહિં આપેલા 13 ચિહ્નોમાંથી કોઈ, જો હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું જ તેના સમયે આવી મળશે.

શુક્ર અને ગુરુને ધન અને પારિવારિક સુખાકારીના ગ્રહ માનવામાં આવે છે. શુક્ર વિલાસિતા આપે છે. શ્રૃંગાર આપે છે. ગુરુ ડહાપણ, પ્રેમ, પરિવારનું સુખ આપે છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય તો વ્યક્તિના જીવનમાં નિખાર આવી જાય છે. આપોઆપ ભાગ્ય ચમકવા લાગે છે. ભાગ્ય રેખા વિના સંપત્તિ નથી મળતી. મસ્તિષ્ક રેખા વિના પૈતૃક સંપંત્તિ નથી મળતી. આજે અમે તમને જણાવીશું હાથના કેટલાંક ચિહ્નો વિશે.. તે આપે છે સુખ, સંપત્તિ અને ભાગ્ય..

હથેળીમાં ધનના શુભ ચિહ્નો

1. શુક્ર હાથમાં ઉચ્ચ હોવો જોઈએ. હથેળીમાં શુક્ર પર્વત જો ઉઠાવ પામેલો હોય તો વ્યક્તિને સાસરીથી ધનલાભ થાય છે. સુખી પરિવારમાં લગ્ન થાય છે. જીવનમાં તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ગાડી, બંગલો, સારા કપડાં, ખાન-પાન, નસીબ બધું મળે છે.

2. શુક્ર પર ચોરસનું નિશાન ધનવાન ઘરમાં લગ્ન કરાવે છે. જો ગુરુ પર્વત પર ચોકડીનું નિશાન હોય તો વિવાહ પછી પણ વ્યક્તિ વિપુલ ધન સંપત્તિને પ્રાપ્ત કરે છે.

3. જો કાંડામાં મણિબંધની રેખાઓનો સંબંધ આપણા પૂર્વ જન્મના કર્મ સાથે પણ હોય છે. ત્રણ સાફ સુથરી મણિબંધ રેખાઓ  આપણને સારી વિદ્યા અને ધન પ્રાપ્તિ કરાવે છે. એનાથી એ જાણવા મળે છે કે આપણા ગયા જન્મના કર્મો સારાં રહ્યાં હશે.

4. જો મણિબંધમાંથી નિકળીને કોઈ રેખા હથેળીમાં આંગળીઓ તરફ આગળ વધતી હોય તો તે પણ પૂન્ય કર્મ હોવાનું દર્શાવે છે. આવી વ્યક્તિને માન સન્માન મળે છે. ભાગ્યનો સાથ મળે છે.

5. જ્યારે ધન સંપત્તિની વાત હોય તો ભાગ્ય રેખા મુખ્ય રેખા છે. લાંબી ભાગ્ય રેખા કે જે મણિબંધમાંથી નિકળીને હથેળીમાં શનિના પહાડ(સોથી મોટી આંગળી નીચેનો પહાડ) તરફ આગળ વધતી હોય તો વ્યક્તિ વેપાર, ધન, વાહન જેવા સુખોથી યુક્ત હોય છે.

6. જો મસ્તિષ્ક રેખા પર ત્રિકોણ હોય તો વ્યક્તિ પિતા કે પૈતૃક સંપત્તિ મેળવે છે. મોસાળથી પણ લાભ થાય છે.

7. જો હથેળીમાં સૂર્ય રેખા હોય તો પણ વ્યક્તિ યશ, પુત્ર અને વિપુલ સંપત્તિની પ્રાપ્તિ કરે છે. જો બે સૂર્ય રેખા હોય તો વ્યક્તિને વિશેષ નામના મળે છે.

8. જો ભાગ્ય રેખા સૂર્યના પહાડ(અનામિકા આંગળીથી નીચેનો પહાડ) પર જતી હોય તો વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. વ્યક્તિ લોટરીથી પૈસા મેળવે છે. સ્ત્રી વર્ગ માટે આ રેખા ઉચ્ચ ઘરમાં વિવાહનું સૂચન કરે છે.

9. જો હથેળીમાં કોઈ પણ સ્થળે માછલીનું ચિહ્ન હોય તો  તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ચિહ્ન હોવાથી અચાનક ધનની પ્રાપ્તિ થાય છે. ચંદ્રમા પર આ ચિહ્ન વિદેશથી લાભ સૂચવે છે.

10.  જો હથેળીમાં જીવન રેખાના અંતમાંથી કોઈ રેખા ક્રોસમાં ટચલી આંગળી તરફ આગળ વધતી હોય તો તે વ્યક્તિ સફળ બિઝનેસમેન બને છે અને તેનાથી ધન અને નામના મેળવે છે.

11. જો ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખાના છેદનના નીચેના ભાગમાંથી કોઈ રેખા ચંદ્રના પહાડ (અંગુઠાથી સામેના ભાગે ડાબી બાજુ નીચેનો છેડો) તરફ જતી હોય તો પણ વ્યક્તિ વારસો મેળવે છે. ધનવાન થાય છે.

12. ભાગ્ય રેખા, મસ્તિષ્ક રેખા અને જીવનરેખા ત્રણેયના છેદાવાથી જો ત્રિકોણ બનતો હોય કે હથેળીમાં ક્યાંય પણ ત્રિકોણનું ચિહ્ન હોય તો પણ વ્યક્તિ સુખ સંપત્તિ અને ધન મેળવે છે.

13. જો હથેળીમાં મસ્થિષ્ક રેખા સીધી સટ અંગુઠાના મૂળમાંથી નિકળીને શુક્ર પહાડ પર જતી હોય તો વ્યક્તિ બુદ્ધિથી આગળ આવે છે. તેમાંયે જો આ રેખા જાડી અને આગળ જતાં પાતળી અને શાર્પ થતી જતી હોય તો વ્યક્તિ પોતાની આવડતથી કમાય છે. નામના પણ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન