If anyone offers cheap US dollars and gold biscuits, beware
  • Home
  • Featured
  • સસ્તામાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ કોઇ આપે તો ચેતી જજો

સસ્તામાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ કોઇ આપે તો ચેતી જજો

 | 3:52 pm IST
  • Share

  • ડોલર અને ગોલ્ડ બિસ્કીટમાં છેતરપીંડી કરતી ગેંગ પકડાઇ

  • સોના જેવા બિસ્કીટ સહીત 20 લાખનો મુદ્દામાલ ઝડપાયો

     

મોરબી જીલ્લામાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ સસ્ત્તામાં આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગના મુખ્ય ત્રણ લોકોને મોરબી એલસીબી અને એસઓજીની ટીમે માળિયાથી દબોચી લીધા છે. જેમાં માળિયાના એક વ્યક્તિને સસ્તામાં અમેરિકન ડોલર આપવાના બહાને 4.50 લાખ રોકડા પડાવી લીધાની ઘટના બાદ પોલીસ સુધી સમગ્ર મામલો પહોચ્યો હતો. અને આ ગેંગના ત્રણ લોકોને પોલીસે 4.5૦ લાખ રોકડ, અમેરિકન ડોલર, સોના જેવા બિસ્કીટ સહીત 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

ગેંગના વધુ પાંચ સાગરીતોના નામ ખુલ્યા

મોરબી એલસીબી અને એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મોરબીનો હાસમ મોવર કે જે અગાઉ સસ્તા અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ સસ્તામાં આપવાના નામે છેતરપીંડી કરી ચુક્યો છે. તે પોતાની કારમાં માળિયા તરફ જઈ રહ્યો છે અને તેથી જ માળિયા પોલીસ સ્ટેસનમાં નોંધાયેલી છેતરપીંડીની એક ફરિયાદના અનુસંધાને કારને રોકી હતી. અને તેમાંથી 4.5૦ લાખ રોકડ, અમેરિકન ડોલર અને સોના જેવી ધાતુના બિસ્કીટ સાથે હાસમ મોવર, મુકેશ રાણવા અને ઈમ્તિયાઝ અજમેરી મળી આવતા ત્રણેયની અટકાયત કરી હતી. તેમજ આ ગેંગના વધુ પાંચ સાગરીતોના નામ ખુલ્યા છે. જેમને પોલીસ શોધી રહી છે.

બીપીનભાઈ 4.5૦ લાખ રૂપિયા લઇને હરીપર ગામ પાસે પહોચ્યા

મોરબી જીલ્લામાં સસ્તા અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટના નામે છેતરપીંડી થતી હોવાની આશંકા પોલીસને હતી. પરંતુ કોઈ નક્કર ફરિયાદી આગળ આવતા નહોતા દરમ્યાન માળિયા મિયાણાના લક્ષ્મીનગર ગામે રહેતા બીપીનભાઈ પરમારને મુકેશ રાણવા નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અને અડધી કિંમતમાં અમેરિકન ડોલર આપવાની લાલચ આપી હતી. આથી વાત થયા મુજબ બીપીનભાઈ 4.5૦ લાખ રૂપિયા લઇને હરીપર ગામ પાસે પહોચ્યા હતા. અને ત્યારે જ ત્યાં મુકેશ રાણવા ઉપરાંત બે નકલી પોલીસ કર્મીઓ આવી પહોચ્યા હતા. અને તમામ મુદ્દામાલ લઇને ચાલ્ય્યા ગયા હતા. આથી બીપીનભાઈને શંકા થતા તેઓએ માળિયા પોલીસમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. અને બાદમાં સસ્તુ સોનું અને સસ્તા અમેરિકન ડોલર આપવાના બહાને લુંટ ચલાવતી ગેંગની શોધ શરુ કરવામાં આવી હતી.

માળિયાના બીપીનભાઈની ફરિયાદના લીધે આ ગેંગ પોલીસ સંકજામાં

આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખુબ જ ચાલાકી પૂર્વકની હતી. તેઓ પહેલા લાલચમાં આવી જાય એવી વાત કરીને કોઈ પણ વ્યક્તિને સકંજામાં લેતા હતા. તથા અડધી કિંમતમાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ આપવાની વાત કરી વ્યક્તિને વિશ્વાસમાં લઈને કોઈ પણ સ્થળે રોકડ સાથે કોઈ નિશ્ચિત સ્થળે બોલાવતા અને બાદમાં જયારે તેમની વચ્ચે અરસ પરસ લેવડ દેવડ થાય ત્યારે જ આ ગેંગના કેટલાક સાગરીતો પોલીસના સ્વાંગમાં ત્યાં પહોચી જતા ને બધાને ધમકાવીને મુદ્દામાલ સાથે ચાલ્યા હતા. આથી છેતરાય એ વ્યક્તિ ને લાગતું કે પોતે ખોટું કરવા નીકળ્યા છે તો વાતને જ દબાવી દેવી આથી આ ગેંગના કારનામા બહાર આવે જ નહિ. પરંતુ માળિયાના બીપીનભાઈની ફરિયાદના લીધે આ ગેંગ પોલીસ સંકજામાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો