બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને કોંગ્રેસે કરી આવી ખુલ્લી ઓફર - Sandesh
  • Home
  • Featured
  • બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને કોંગ્રેસે કરી આવી ખુલ્લી ઓફર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને કોંગ્રેસે કરી આવી ખુલ્લી ઓફર

 | 2:54 pm IST

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં એનડીએમાં ચાલી રહેલા ખેંચતાણનો લાભ કોંગ્રેસ લેવા ધારે છે. આ માટે કોંગ્રેસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ એક શરત પણ મુકી છે.

કોંગ્રેસે કહ્યું છે કે, જો નીતીશ કુમાર ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લેશે તો તેમને મહાગઠબંધનમાં પરત લેવા માટે સહયોગી દળો સાથે વિચાર કરવામાં આવશે. કોંગ્રેસે આ સોગઠી બરાબર એ સમયે મારી છે જ્યારે લોકસભાની બેઠકોની ફાળવણી વચ્ચે જેડીયુ અને ભાજપ સામસામા વિરોધાભાસી નિવેદનો કરી ચુક્યાં છે.

NDAમાં ખેંચતાણ

નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યૂનાઈટેડ)એ જાહેરાત કરી દીધી કે, તે રાજ્યમાં 40 લોકસભા બેઠકોમાંથી 25 પર ચૂંટણી લડશે અને બાકીની 15 ભાજપ માટે છોડશે. જેડીયૂએ આ પોતાના આ એજન્ડામાં એનડીએના અન્ય સહયોગીઓ રામવિલાસ પાસવાનની લોજપા અને ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપાને શામેલ કરી ન હતી. જ્યારે લોકસભામાં લોજપા 6 અને રાલોસપા 3 સાંસદ ધરાવે છે. જ્યારે જેડીયૂના સાંસદોની સંખ્યા માત્ર 2 જ છે.

કોંગ્રેસ વિપક્ષનું નેતૃત્વ કરશે

કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરી એ દાવો પણ કર્યો હતો કે, બિહારમાં એવી ધારણા સામાન્ય બની ચુકી છે કે, નરેન્દ્ર મોદી સરકાર પછાત અને અતિ પછાત વર્ગોની વિરોધી છે. આ સ્થિતિમાં પછાત અને અતિ પછાતની રાજનીતિ કરનારાઓ પાસે ભાજપનો સાથ છોડવા શિવાય કોઈ જ વિકલ્પ નથી. ભાજપના વિરૂદ્ધમાં રાષ્ટ્રીય સ્તરે આકાર લેનારા મહાગઠબંધનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાસ હશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને હરાવશે.

ગોહીલે કહ્યું હતું કે, ભાજપ વિરૂદ્ધ રાષ્ટ્રીય સ્તર પર બનનારા મહાગઠનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રેસ જ કરશે. કોંગ્રેસ જ સૌથી મોટી વિરોધી પાર્ટી છે. માટે તેનું નેતૃત્વ હોવુ સ્વાભાવિક છે. આમ પણ અમારો ઈતિહાસ રહ્યો છે કે, અમે અહંકાર સાથે રાખીને નથી ચાલતા. અમે સહયોગીઓ સાથે મળીને ચાલીએ છીએ.

શક્તિ સિંહ ગોહીલે બિહારમાં એનડીએમાં ચાલી રહેલી ચણભણનો લાભ ઉઠાવતા નીતીશ કુમારને ખુલ્લી ઓફર કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, જો નીતીશ કુમાર ભાજપનો સાથ છોડે તો કોંગ્રેસ મહાગઠબંધનના સાથી પક્ષોને સમજાવશે.