If Congress Cross 100 Lok Sabha Sats in Lok Sabha Elections Then
  • Home
  • Election 2019
  • જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો તો શું થશે?

જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો તો શું થશે?

 | 4:28 pm IST

લોકસભાની ચૂંટણીએના પરિણામો પહેલા સામે આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને તેની આશા પ્રમાણેની બેઠકો ના મળી રહી હોવાનું અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. પરંતુ જો કોંગ્રેસ પાર્ટી 100નો આંકડો પાર કરી લેશે તો?

ગત લોકસભાની ચૂંટણીમાં સાતમા આસમાનેથી એકદમ જ જમીન પર ઉંધા મોં પછડાયેલી કોંગ્રેસ આ વખતે પણ તેના નિર્ધારીત લક્ષ્યાંક સુધી પહોંચવા મથામણ કરી રહી છે. બીજી બાજુ દોઢ વર્ષ પહેલા જ પાર્ટીની કમાન સંભાળનારા રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતાની પણ પરીક્ષા છે. જોકે પાર્ટીનું માનવું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં સારૂ પ્રદર્શન કરી રહી છે.

કોંગ્રેસ 2014માં માત્ર 44 બેઠકો જીતી શકી હતી. આ પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસ જો 100 બેઠકોના આંકડા સુધી પહોંચી જાય તો તે પાર્ટી અને પાર્ટી અધ્યક્ષ માટે સ્થિતિ થોડી સહજ થઈ શકે છે. પરંતુ જો આમ નહીં થાય તો રાહુલ ગાંધીના નેતૃત્વ પર ચારેકોરથી આંગળી ચિંધાઈ શકે છે.

સીએસડીએસના નિર્દેશક સંજય કુમાર કહે છે કે, આ ચૂંટણી કોંગ્રેસ અને રાહુલ ગાંધી એમ બંનેના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. મારૂ માનવું છે કે, જો કોંગ્રેસ 100 બેઠકોની નજીક પણ પહોંચી જાય તો તેના માટે આ સંતોષજનક સ્થિતિ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી ખુબ જ મહત્વની છે. તેમના રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખતા બે બાબતો મહત્વની છે તે છે પોતાની અમેઠીથી જીત અને બીજી કોંગ્રેસ 100ની આસપાસ બેઠકો જીતે.

છેલ્લા પાંચ વર્ષોમાં કોંગ્રેસે અનેક રાજ્યોમાં પરાજયનો સામનો કર્યો છે, પરંતુ ગત વર્ષ નવેમ્બર-ડિસેમ્બરમાં ત્રણ રાજ્યો-મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતે પાર્ટીની લોકસભા ચૂંટણી માટેની આશા વધારી દીધી હતી. જોકે એ વાત અલગ છે કે, પાર્ટી હવાના એ પ્રવાહને યથાવત ના રાખી શકી અને પુલવામા બાદ ઉભી થયેલી રાજકીય સ્થિતિ તેમના માટે પડકારજનક સાબિત થઈ. જોકે પાર્ટી નેતાઓ હજી પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે કે પાર્ટી આ ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરશે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન