If crackers are Skin burn , do this easy remedy
  • Home
  • Featured
  • ફટાકડા ફોડતા દાઝી ગયા છો તો કરો આ સહેલા ઉપાય

ફટાકડા ફોડતા દાઝી ગયા છો તો કરો આ સહેલા ઉપાય

 | 2:34 pm IST

દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે આપણે ઘણી બધી વાતોનું ધ્યાન રાખતા હોઇએ છીએ. છતા પણ વ્યક્તિ જ્યારે દાઝી જાય ત્યારે તેને અનેકઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. પણ જો નાના-મોટા ઘા કે દાઝી ગયા હોવ ત્યારે પ્રાથમિક ઈલાજ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તો જાણી લો તમે પણ આજે આ ઉપાયો વિશે…

હળદર

જે સ્થાન પર ત્વચા દાઝી ગઇ હોય ત્યાં હળદર અને પાણીનું ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવો. અડધો કલાક પછી પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત કુણા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વાર પીવો. તેનાથી ઘા જલ્દી ભરાઇ છે.

ટૂથપેસ્ટ

સ્કિન પર જેવુ કંઈક ગરમ લાગે તો ત્યાં તરત જ ટૂથપેસ્ટ લગાવી લો. પેસ્ટ સુકાઇ જાય પછી તેને સાફ કરી લો. દર કલાકે આવુ કરતા રહો. આ દઝાયેલ ભાગને ફુલાવીને તેને મટાડવામાં મદદ કરે છે.

ડુંગળી

સ્કિનના જે ભાગમાં દાઝ્યાના ઘા હોય ત્યાં ડુંગળીની સ્લાઈસ કાપીને મુકી દો. તેના પર પટ્ટી બાંધી દો. દર કલાકે ડુંગળીની સ્લાઈસ બદલો. આ અશુદ્ધિને જલ્દી ખેંચી લે છે અને ઘા ભરવામાં મદદરૂપ છે.

તુલસીના પાનનો રસ લગાવો

દાઝી જવાની સમસ્યા માટે તુલસીના પાન બહુ જ અસરકારક હોય છે. તેનો ઉપયોગ કરીને અનેક પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. જેથી તેના પાનનો રસ તમે દાઝેલા કે બળેલા ભાગ પર લગાવી શકો છો. આનાથી દાઝેલા ભાગનો નિશાન રહેવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે અને ઈન્ફેક્શન પણ થતું નથી.

કેળા

વધુ પાકેલા કેળાના છાલટા બળેલી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ઘા પર છાલટા લગાવો અને ઉપરથી પટ્ટી બાંધી દો. આખી રાત પટ્ટી બાંધી રાખો અને સવારે તેને સાફ કરી લો. ઘા જ્લ્દી ભરાઇ જશે.

લસણ

લસણની કેટલીક કળીયો ક્રશ કરીને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. એક દિવસ સુધી આ રીતે મુકી રાખો. આમ, કરવાથી બળ્યા પછીના ડાઘા દૂર થઇ જાય છે.

બટાકાનો પલ્પ લગાવો

બટાકા દાઝવાને કારણે થયેલા ઘાને ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે તમે દાઝી જાવો ત્યારે ત્યાં તરત જ બટાકાનો પલ્પ લગાવો, આનાથી ઠંડક મળશે. અને સાથે જ આ ઉપાયથી ફોલ્લાં થતાં નથી. દિવસમાં ત્રણ-ચારવાર આ પલ્પ લગાવો.