If darkness is found, you can do your homework in the light
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અંધકાર મળે તો હોમવર્ક કરી લે પ્રકાશમાં તો તારે ગિલ્લોલ બનવાનું છે  

અંધકાર મળે તો હોમવર્ક કરી લે પ્રકાશમાં તો તારે ગિલ્લોલ બનવાનું છે  

 | 2:05 pm IST

ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી

એક જમાનાનો ઘણો સોહામણો અને બચ્ચનને પણ ટક્કર મારે એવો અભિનેતા વિનોદ ખન્ના. એન્ગ્રી યંગમેનના દાયકાએ તો ભલભલા સુપરસ્ટારોને લાઈફ્ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટેના પ્રિમેચ્યોર દાવેદાર બનાવી મૂક્યા હતા, પરંતુ એ સમય પહેલાં અને પછી પણ વિનોદ ખન્નાની દમદાર પર્સનાલિટી નોંધપાત્ર રહી. એમણે ઓછા ઇન્ટરવ્યૂ આપ્યા છે. કપિલ શર્માના શોમાં એ આવ્યા હતા ત્યારે બહુ ઓછું બોલેલા. એના ચાહકોને રાહ હોય કે કંઈંક મજા કરાવશે, કંઈંક અલગ વાત કરશે પણ એવું કંઈ એમના તરફ્થી મળ્યું નહીં. આ કિસ્સાથી અલગ લાગતો પણ એક રીતે જોવા જઈએ તો એના જેવું જ દેવ આનંદમાં બન્યું. સિમી ગરેવાલના એક સમયના પ્રખ્યાત ઈન્ટરવ્યૂ પ્રોગ્રામ ‘રેંદેવુઝ’માં દેવ આનંદ આવેલા અને સિમી મેડમે તેમને જિંદગી વિશે અને આટલી લાંબી કરિયર વિશે અમુક ભારે સવાલો પૂછેલા. દેવ આનંદના વળતા જવાબ સ્વરૂપે કંઈંક મોટી ફ્લિસૂફી કે યાદગાર વિચાર આવવો જોઈતો હતો એના બદલામાં તેમણે એ સવાલોના જવાબમાં પોતાની જ જૂજ હિટ ફ્લ્મિોના ડાયલોગ કહીને વાત આટોપી લીધી.

અત્યારનો સુપરસ્ટાર બાહુબલી પ્રભાસ પણ કોમેડી શોના ઇન્ટરવ્યૂમાં આવ્યો હતો. તે આખા ઇન્ટરવ્યૂ દરમિયાન હસતો જ રહ્યો અને ગણીને માંડ દસ લીટી બોલ્યો. ઉપર જેમની વાત કરી એ સ્વર્ગસ્થ હીરોલોગનું તો સમજાય કે એ જમાનો જ એવો હતો કે તેઓને કાગળે હીરો બનાવ્યા. હાથમાં જ્યાં સુધી સ્ક્રીપ્ટ ન હોય ત્યાં સુધી એ લોકોને ફવે નહીં. માટે અમુક અપવાદને બાદ કરતા એ સમયના ઘણા બધા હીરો ખાસ કંઈ બોલી શકતા નહીં કે સ્પોન્ટેનિયસ પરફેર્મ કરી શકતા નહીં. રઝા મુરાદ જેવા પૂર્વતૈયારી વિના બોલી શકે તો એ બફટ હોય. પણ આજના મિલિયેનિલ યુગમાં, નેટિઝનના ગઢ અને ધડાધડ ટ્રોલિંગના સમયમાં રેકોર્ડ બ્રેકિંગ ફ્લ્મિ આપનારો હીરો એક-દોઢ કલાકના શો દરમિયાન કંઈ બોલે નહીં કે બીજું કંઈ કરે પણ નહીં તે કેમ ચાલે? જ્યારે પત્રકારો ટવેન્ટી ફેર બાય સેવન પાછળ પડયા હોય અને ખુદ સેલિબ્રિટીઓ પણ પોતે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે સ્ટાફ રાખતા હોય ત્યારે હોમવર્ક કર્યા વિના કે માતૃભાષા સિવાયની મુખ્ય બોલાતી ભાષા ઉપર કમાન્ડ રાખ્યા વિના ઘરની બહાર નીકળાય જ કેમ?

ટેલેન્ટ અને સ્કિલમાં ફ્રક છે. આવડત હોવી અને પોતાની અંદર પ્રતિભા હોવી એ બંને ક્લાસ અપાર્ટ બાબતો છે. સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ થઈ શકે, સ્કિલ એન્હાન્સમેન્ટના વર્ગો તો સરકાર પણ ચલાવે છે, પ્રેક્ટિસથી કોઈ પણ સ્કિલ પર મહારથ હાંસલ કરી શકાય પણ ટેલેન્ટ ઇનરિચમેન્ટના વર્ગો નથી થતા. એવું નથી માનવાનું કે ટેલેન્ટ તો જન્મજાત જ આવે. ના, પેટથી શીખીને કોઈ ન આવે. પણ પોતાને પ્રવીણ બનાવવા માટે, કૌશલ્યશાળી બનાવવા માટે, બુદ્ધિમત્તાથી ભારોભાર થવા માટે, કોઈ ક્ષેત્રના નિષ્ણાત થવા માટે જાતે જ તપ કરવું પડે. ગાઈડન્સ અચૂક મળે. પણ એ ખાતર અને પાણી થયું, માટી તો પોતાની જ લાવવી પડે અને તડકો પોતે જ સહન કરવો પડે. બધાં જ સંસાધનોની વચ્ચે કામ કરી શકનારાઓ લાખો પડયા છે અને અત્યારે કોમ્પિટિશન કરોડો સાથે છે. જો અમુક જૂજ હજારોમાં નામ કરવું હોય તો ફ્ક્ત એક્સ્ટ્રા માઈલ દોડવાથી નહીં થાય; પોતાનો રસ્તો પણ જાતે બાંધવો પડે અને એ પણ ઉછીના ડામરથી નહીં.

આકાશ વાદળી રંગનું શું કામ છે એની સૌથી પહેલાં સમજ કોણે આપેલી? કોઈ ભૌતિકશાસ્ત્રીએ? ખગોળશાસ્ત્રીએ? હવામાનશાસ્ત્રીએ? વાતાવરણના અભ્યાસુએ? રસાયણ વિજ્ઞાનીએ? રંગશાસ્ત્રીએ? ના. લિયોનાર્દો દ વિન્સીએ. એક ચિત્રકારે. રંગોની અંદર એ એટલો ઊંડો ખૂંપી ગયો હતો કે બધાં જ ક્ષેત્રોની દિશામાં તેના દિમાગે લાંબી દડમજલ કાપવા માંડેલી. તેણે ફ્ક્ત કેનવાસ પૂરતો જ પોતાનો કર્મ્ફ્ટ ઝોન રાખ્યો હોત તો એ મહાન ચિત્રકાર શરીરવિજ્ઞાની કે ફ્યુચરિસ્ટિક એક્સપર્ટ ન બની શક્યો હોત. રિઝલ્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ જે જે લોકોએ અપનાવી છે એમનો પોતાનો વિકાસ થયો છે પણ તે ક્ષેત્રની પ્રગતિ એમના થકી થઈ નથી. દુનિયાની નજરે મહાન રિઝલ્ટ આવે અને એમાં પણ અસંતોષની લાગણી પેદા થાય એ જ ખંતીલો માણસ. ખરી સફ્ળતા એવી વ્યક્તિને જઈને જ વરે છે.

આવનારો સમય બહુ ચેલેન્જિંગ સાબિત થવાનો છે. એક લ્યુના ચલાવવા માટે પણ સાથે પાંચ જાતના ડોક્યુમેન્ટ અને બીજી ફેર્માલિટી જોઈએ છે. નહીં તો વાહનની કિંમત કરતાં વધુ દંડ ભરવાની તૈયારી રાખવી પડે. પાકિસ્તાનના ક્રિકેટરોની રમત કરતાં એ ક્રિકેટરોના અંગ્રેજીની મજાક આપણે જ વધુ ઉડાડીએ છીએ. આલિયા ભટ્ટથી લઈને પ્રેસિડેન્ટ સુધી બધાની આલોચના થતી રહે છે. પ્રાઇવેટ સેકટરથી લઈને શરાફી પેઢી સુધીના બધા જ પ્રોફેશનલે દરરોજ પોતાની જાત સાબિત કરવી પડે છે. પોતાની હોશિયારીની રોકડી ન કરી શકતા લોકો ડિપ્રેશનના દર્દીઓની સંખ્યામાં વધારો કરે છે.

બહુપરિમાણીય જમાનામાં પોતાના જ છાપરાને વિશાળ ગગન માનતા લોકો સમાજ અને દેશ માટે દંડસમાન છે. સતત હોમવર્ક કરવું પડે અને એ પણ અંધારામાં, કારણ કે જ્યાં સહેજ પણ અજવાળું હશે તે સ્ટેજ બની જશે અને તમારું પરફેર્મન્સ જોનારા ખૂણેખાંચરે બેઠા હશે.

એક માણસને સુગમ સેક્સ આપો, એનું ભાવતું જમવાનું અને પસંદગીનું પીણું આપો, સસ્તું મનોરંજન અને સુરક્ષિત નિવાસ આપો. ખિસ્સામાં ભરેલું પાકીટ અને ચાવીઓનો ઝૂડો આપી દો. બસ, પછી જુઓ. એ માણસ પોતાનાં સપનાંઓને ફ્ગાવી દેશે, મહત્ત્વાકાંક્ષાને ફ્ંગોળી દેશે અને ધરતીનો બોજ બની જશે. કર્મ્ફ્ટ ઝોન સતત શીખવાની વૃત્તિનું ખૂન કરી નાખે છે અને આપણે ત્યાં સેટલ થવાનો મતલબ કર્મ્ફ્ટ ઝોનમાં રાચવું એવો કરવામાં આવે છે. નાનપણમાં ગિલ્લોલથી રમવાની મજા લેનારા કેટલા લોકો મોટા થઈને પોતાની જિંદગીને ગિલ્લોલ બનાવી શકે છે?

facebook.com/abhimanyu.modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન