Doing puja every day then know this thing about it
  • Home
  • Astrology
  • નિત્ય પ્રાર્થના અને પૂજા કરો છો તો જાણો આ ખાસ વાતો

નિત્ય પ્રાર્થના અને પૂજા કરો છો તો જાણો આ ખાસ વાતો

 | 4:17 pm IST

ઈશ્વરની પ્રાર્થના તો આપણે બધાં જ કરીએ છીએ. અનેક લોકો સેવા પૂજા કરતાં હોય છે. સેવા-પૂજા દરમિયાન દીપ દાન કે દીપ દર્શન પણ કરતાં હોય છે પણ સેવા પૂજાના કેટલાંક નિયમો છે. જે વિશે તમે નહિં જ જાણતા હોય. દિવો એ અગ્નિ છે. તે રીતે દિવા સામે કરેલી પૂજા એ અગ્નિની સાક્ષીએ કરેલી પૂજા ગણાય છે. તેનું ફળ આપવા ઈશ્વર બંધાયેલા છે. સેવા-પૂજા કરો ત્યારે ક્યારેક એક દિવો ન કરવો જોઈએ. હમેંશા બે દિવા કરવા જોઈએ. કારણ કે દિવો એ આત્માનું પ્રતિક છે. બે દિવા એ આત્મા અને પરમાત્માનું પ્રતિક છે. માટે આત્મા જાગૃત કરવા સાથે પરમાત્મા પણ તમારા પર આશિષ ઢોળે તે જરૂરી છે. આથી પૂજા સ્થાનમાં ઓછામાં ઓછા બે કે તેથી વધારે દિવા કરવા જોઈએ. જો તમે પાણિયારે દિવો કરતાં હોય તો ક્યારેય ફૂલ વાટનો દિવો ન કરવો જોઈએ. પાણિયારે દિવો હમેંશા બે આડી વાટનો જે આગળથી ભેગી અને પાછળથી છૂટી હોય તે રીતે કોડિયામાં ગોઠવીને દિવો કરવો જોઈએ.

પૂજામાં દિવા સાથે અગરબત્તી કરવી. એટલે કે એકલી અગરબત્તી ન કરવી જોઈએ. ઘણાં લોકો દિવસે દિવા નથી કરતાં. તેઓ સૂર્યને જ સાક્ષાત દિવો માને છે. તેથી એકલી અગરબત્તી જ કરતાં હોય છે. જ્યારે રાતે પૂજા કરે ત્યારે જ બે દિવા કરે છે. અલબત્ત આ આસ્થાનો વિષય છે.

ઘરમાં દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. પૂજાથી આત્મા શુદ્ધ થાય છે. સંસ્કારોનું સિંચન થાય છે. મન લગાવીને પૂજા કરવાથી પાપ કર્મનો નાશ થાય છે. મનના અંધકારને દિવો દૂર કરે છે. તે પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિક છે. દિવો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા ચાલી જાય છે. દિવો અને ધંટારવ એ નકારાત્મક ઉર્જા માટે ઘાતક નિવડે છે. તેથી જ મંદિરમાં અચૂક દિવો કરવામાં આવે છે. અખંડ દિવો પણ કરવામાં આવે છે.

દરેક ધર્મમાં છે જ્યોતનો મહિમા છે. મનુષ્યનું કલ્યાણ થાય છે. અલક્ષ્મી દૂર થાય છે. જો ઘરમાં તુલસીક્યારો હોય તો ત્યાં પણ દિવો કરવો જોઈએ. સનાતન ધર્મમાં પૂજામાં દિવો મુખ્ય છે.

જો તમે કોઈ પૂજા કે મહાપૂજા કરતા કે કરાવતા હોય તો તે માટે પૂજા વિધિ શરૂ કરતાં પહેલા કળશ પૂજનની સાથે સાથે ઘંટ પૂજન અને દિવાનું પૂજન કરવાનું વિધાન છે. જો વિષ્ણુની પૂજા કરાવતા હોય તો આ બધાંની સાથે પહેલાં શંખ પૂજા કરવી પણ અનિવાર્ય છે. આમ વિધિવિધાનથી કરેલી પૂજા ફળે છે. કોઈ પણ ધાર્મિક કાર્યની શરૂઆત કરો ત્યારે આ પછી પહેલા ગણપતિ પૂજન કરવું પછી ઈષ્ટદેવ કે કૂળદેવીની પૂજા કરીને પૂજન કાર્યનો આરંભ કરવો જોઈએ. તો જે પૂજા શુભ ફળ આપનારી નિવડે છે.

આમ પૂજન કાર્યના ચોક્કસ નિયમો અને વિધિ વિધાનો છે તે રીતે કરેલી પૂજા ચોક્કસ પણે શુભ ફળ આપે છે.