If Election Held Today, Nda Government Under Pm Narendra Modi Likely To Come In Power, Says Survey
  • Home
  • Featured
  • આજે ચૂંટણી થાય તો પણ રહેશે ‘મોદી રાજ’, ભાજપને મોટું નુકસાન

આજે ચૂંટણી થાય તો પણ રહેશે ‘મોદી રાજ’, ભાજપને મોટું નુકસાન

 | 10:46 pm IST

દેશમાં હજી આગામી લોકસભાની ચૂંટણી માટે 8-9 મહિનાનો સમય બાકી છે, ત્યારે વિવિધ સર્વે સામે આવી રહ્યા છે. જેમાં ફરી એક વખત મોદી સરકાર સત્તામાં આવશે તેવું લાગી રહ્યું છે. જો કે આ વખતે NDAની બેઠક ઘટી શકે છે. એક પ્રાઇવેટ ચેનલ તરફથી ગત મહિને જુલાઇમાં ‘મૂડ ઓફ ધ નેશન’ના નામે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જો આજે ચૂંટણી થશે તો NDAને 281 બેઠક મળી શકે છે.

અત્રે નોંધનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ભાજપને જ 282 બેઠકો મળી હતી. જ્યારે 543 બેઠકોવાળી લોકસભામાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર છે. આ સર્વે 18 જુલાઇ 2018 થી 29 જુલાઇ 2018 વચ્ચે દેશની 97 લોકસભા બેઠકો પર અને 197 વિધાનસભા બેઠકો પર કરવામાં આવ્યો છે. તેમજ 12,100 લોકોની વચ્ચે જઇને માહિતી એકત્ર કરવામાં આવી છે.

આ સર્વે અનુસાર જો આજે ચૂંટણી થશે તો NDAને 281 બેઠકો મળશે ત્યારે કોંગ્રેસના નેતૃત્વામાં UPAને 122 બેઠકો મળવાની શક્યતા રહેલી છે. બીજી તરફ અન્ય ખાતામાં 140 બેઠકો જઇ શકે છે. વોટ શેરની વાત કરવામાં આવે તો NDAને 36 ટકા મતો મળી શકે છે તો UPAએ 31 ટકા મતથી સંતોષ માળવો પડે છે.

સર્વે અનુસાર ભલે NDA સરકાર સત્તા મેળવશે પરંતુ તેને મોટું નુકસાન પણ થઇ શકે છે. સર્વે અનુસાર જો આજે ચૂંટણી થશે તો ભાજપને 245 બેઠકો મળી શકે છે, જે ગત વખત કરતાં 37 ઓછી છે. જો વાત કોંગ્રેસની કરવામાં આવે તો તેને 83 બેઠકો મળી શકે છે, જે 2014 કરતાં લગભગ બમણી બેઠકો છે. કોંગ્રેસને 2014માં માત્ર 44 બેઠકો મળી હતી.

સર્વેમાં લોકોને વડાપ્રધાન તરીકે પહેલી પસંદગી પૂઠવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદી આ રેસમાં સૌથી આગળ હતા. તેમને 49 ટકા લોકો ફરી એક વખત વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. જ્યારે બીજા સ્થાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે અને સૌથી ચોંકવાનારું નામ પ્રિયંકા ગાંધીનું છે જેમને 3 ટકા મત મળ્યા છે.