If electricity is stopped simultaneously in the country, the system will be lost for a week
  • Home
  • Business
  • દેશમાં એક સાથે વીજળી બંધ થઇ તો એક અઠવાડિયા સુધી વ્યવસ્થા ખોરવાઇ જશે?

દેશમાં એક સાથે વીજળી બંધ થઇ તો એક અઠવાડિયા સુધી વ્યવસ્થા ખોરવાઇ જશે?

 | 6:26 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, દેશના તમામ નાગરીક 5 એપ્રિલ રાત્રે 9 વાગ્યે પોતાના ઘરની લાઇટ બંધ કરીને બાલકની અને છત પર દીવા પ્રગટાવે અથવા ટોર્ચ-મોબાઇલના ફ્લેશના માધ્યમથી અજવાળુ કરે. પીએમએ કહ્યું હતું કે, 5 એપ્રિલે આપણે તમામ લોકોએ મળી કોરોના વાયરસના ઉભરાતા સંકટના અંધકારને પડકાર આપવાનો છે. તેને પ્રકાશની શક્તિનો પરિચય કરાવાનો છે. આપણે 130 કરોડવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. દેશવાસીઓને મહાસંલ્પને ઉંચાઇઓ પર લઇ જવાનું છે. પીએમ મોદીના આ એલાન બાદ વીજળી કંપનીઓમાં ગ્રેડ ફેલ થવાના સંકટનો ડર પેદા થઇ ગયો છે.

ખરેખર દેશભરના ઇલેક્ટ્રીસિટી બોર્ડ્સને આ ચિંતા સતાવા લાગી છે કે, જ્યારે અચાનકથી સમગ્ર દેશમાં લાઇટો બંધ કરવામાં આવશે અને વિજળીની માંગ ઓછી થશે તો ગ્રિડ પર વધારાની વીજળીનો લોડ પડી શકે છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડૂ અને પશ્ચિમ બંગાળની સરાકરે પોતપોતાના વિજળી વિભાગોને આ અંગે એક એડવાઝરી જાહેર કરી છે.

શામાટે ફેલ થઇ શકે છે ગ્રિડ

પાવર ગ્રિડનું સંતુલિત અને સ્થિર રહેવું જરૂરી છે આથી થનાર વીજળીની માંગ એક નક્કી કરેલ ફ્રીક્વેન્સીમાં હોય. આ ફ્રીક્વેન્સી છે 49.95થી 50.05 હર્ટઝ સુધી. જો વીજળીની માંગ અચાનકથી ઓછી થાય છે અથવા વધે છે તો આ ફ્રીક્વેન્સીમાં બદલાવ આવે છે અને ગ્રિડ અસ્થિર થઇ ફેલ થઇ જાય છે. દેશભરના વીજળી વિભાગોને ચિંતા છે કે, જ્યારે દેશમાં લોકો અચાનકથી લાઇટો બંધ કરી નાંખશે તો વીજળીની માંગમાં 10 ટકા સુધીની કમી આવશે, જેથી ગ્રિડ ફેલ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉતે નાગરીકોને કહ્યું છે કે, તેઓ દિવા સળગાવે પરંતુ ઘરોની વીજળી બંધ ના કરે. તેમણે કહ્યું કે, આથી ગ્રિડ ફેલ થઇ શકે છે અને તમામ ઇમરજન્સી સેવાઓ ફેલ થઇ જશે. આવામાં વ્યવસ્થા ઠીક કરવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં 105 કોરોના પોઝિટિવ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન