offer til to shiva, all trouble will go away
  • Home
  • Astrology
  • બહુ સમસ્યાઓ આવતી હોય તો મહાદેવજીને ચડાવો તલ, છોડી દેશે પીછો તમારો

બહુ સમસ્યાઓ આવતી હોય તો મહાદેવજીને ચડાવો તલ, છોડી દેશે પીછો તમારો

 | 6:26 pm IST

અનેક લોકોને એવો ઘાટ થતો હોય છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. જો વારંવાર સમસ્યાઓ આવતી હોય તો તેના ઉકેલ માટે તમારે શ્રાવણ માસમાં શિવજીને દૂધ મિશ્રિત જળનો અભિષેક કરવા ઉપરાંત બીલીપત્ર અને તલ ચડાવવા જોઈએ. ભોળાનાથને કાળા તલ ચડાવવાથી ક્યાં વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે?  તે જાણવા વાંચો અહિં…

1. જે વ્યક્તિની કુંડળીમાં રાહું દોષ હોય તેમણે કાળા તલ શિવજીને ચઢાવવા જોઈએ. આમ કરવાથી રાહુ દોષનું નમન થાય છે.

2. જે વ્યક્તિને જીવનમાં કે ધંધામાં પણ વારંવાર સમસ્યાઓ આવતી હોય તેણે પણ શિવજીને કાળા તલ ચઢાવવા જોઈએ. આમ કરવાથી સમસ્યાઓ તમારો પીછો કરવાનું છોડી દેશે.

3. જો જીવનમાં પ્રગતિમાં અવરોધ આવતો હોય તો પણ શિવજીને શ્રાવણ માસમાં કાળા તલ ચઢાવવા જોઈએ.

4. જો દાંપત્ય જીવનમાં અનેક સમસ્યાઓ કે ખટરાગ રહેતો કાળા તલ ચઢાવવાથી મનમોટાવ દૂર થાય છે.

5. જો વેપાર કે ધંધામાં પ્રગતિ ન થતી હોય તો ભગવાન શિવને કાળા તલ ચઢાવવા જોઈએ. એટલું જ નહિં દૂધમાં કાળા તલ મિક્સ કરીને ચઢાવવા જોઈએ.

6. જો કોઈનો નજર દોષ લાગેલો હોય તો પણ શિવજીને કાળા તલ ચઢાવવા જોઈએ આમ કરવાથી નજરની થતી તકલીફો ઘટશે.
હોય તો પણ શિવજી કાળા તલ ચઢાવવા જોઈએ. આમ કરવાથી દોષોનું શમન થાય છે.

7.  જો સમસ્યાઓ અતિ હોય તો શિવ મંદિરે કાળા તલનું દાન કરવું જોઈએ. કાળા તલ શિવજીને ચઢાવવાથી આધિ,વ્યાધિ, ઉપાધિને દૂર રહે છે.