following this five rules all wishes comes true, do it
  • Home
  • Astrology
  • ધન પ્રાપ્તિથી લઈને સુખશાંતિ સુધીની ઈચ્છાઓ થશે પૂર્ણ, જો કરશો 5 નિયમનું પાલન તો

ધન પ્રાપ્તિથી લઈને સુખશાંતિ સુધીની ઈચ્છાઓ થશે પૂર્ણ, જો કરશો 5 નિયમનું પાલન તો

 | 6:34 pm IST

ગરુડ પુરાણમાં એવી અનેક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેનું પાલન કરવાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી સુખી-સમૃદ્ધ જીવન પસાર કરી શકે છે. આ કામ એવા છે જે કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે. આર્થિક સ્થિતી સુધારવાથી લઈ કોઈપણ મનોકામના આ કાર્ય કરવાથી પૂર્ણ થઈ જાય છે.

ગાયની પૂજા
પવિત્ર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. તેની પૂજા કરવાથી જન્મો-જનમના પાપ પણ દૂર થઈ જાય છે. ગરુડ પુરાણ અનુસાર સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે જો ગાયના દર્શન થઈ જાય તો પણ પુણ્ય ફળ મળે છે. તેથી રોજ ગાયની પૂજા કરી અને ઘરે બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવી. આ કામ નિયમિત કરવાથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે.

તુલસી
તુલસી એવો છોડ છે જે દરેક ઘરના આંગણામાં હોય છે. તુલસીના પાન, ડાળખી, માટી બધું જ પવિત્ર હોય છે. ઘરની ઉત્તર, પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ. તુલસીનો છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. આ એક માત્ર એવો છોડ છે જેને ધાર્મિક મહત્વ તો પ્રાપ્ત છે જ, સાથે જ તેને આયુર્વેદમાં તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો માનવામાં આવે છે. તેથી રોજ સવારે તુલસીને પાણી ચડાવી તેની પૂજા કરવી અને સંધ્યા સમયે તુલસી નજીક દીવો અવશ્ય કરવો.

ગંગાજળ
ઘરમાં ગંગાજળ અવશ્ય રાખવું, રોજ સવારે પૂજા કરતાં પહેલા ઘરમાં ગંગાજળ અવશ્ય છાંટવું. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.

ઘરમાં થતી પૂજા
ઘરમાં રોજ ઈષ્ટ દેવની પૂજા કરવી જોઈએ. ઘરમાં જગ્યા અનુસાર નાનું તો નાનું પણ મંદિર અવશ્ય બનાવવું. તેમાં ભગવાનના નાના સ્વરૂપની સ્થાપના કરવી અને સવાર-સાંજ ધૂપ-દીપ પ્રગટાવી અને પૂજા કરવી. આમ કરવાથી ઘરમાં ભગવાનનો ઘરમાં સ્થાયી વાસ થાય છે.

એકાદશીનું વ્રત
જે ઘર-પરીવારમાં શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવામાં આવે છે ત્યાં ક્યારેય ધન-ધાન્યની ખામી રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન