know if god seen in dream then what wil result of it
  • Home
  • Astrology
  • સપનામાં દેખાય ગણેશજી કે અન્ય આ ભગવાન, તો જાણો શું છે તેનું ફળ

સપનામાં દેખાય ગણેશજી કે અન્ય આ ભગવાન, તો જાણો શું છે તેનું ફળ

 | 7:01 pm IST

સપનામાં ભગવાનના દર્શન ગમે ત્યારે કોઈને પણ થઈ શકે છે. કારણકે કોઈ પૂજા પાઠ કરે કે ન કરે, પણ પોતાનું આચરણ અને વ્યવહાર યોગ્ય રાખે તો તેના પર પ્રભુ કૃપા અવશ્ય ઉતરે જ છે. પોતાના ભક્તોને તેમના સંકટ દૂર થવાનો સંકેત અનેકવાર સપનામાં આવીને ઈશ્વર આપે છે. જો તમને સપનામાં કોઈ ભગવાન દેખાય તો જાણો અહિં શું છે તેનું ફળ..

જો સપનામાં ગણપતિ દેખાય તો
પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ જો તમને સપનામાં  દર્શન આપે તો તેનો અર્થ એ છે કે એક તમારા અટકેલાં કાર્યો નિર્વિધ્ન પૂરા થશે. તો તમારા પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થવાનું છે. તમારા ઘરમાં ખુશીઓ આવશે.

જો  સપનામાં માતા દુર્ગાના દર્શન થાય તો
જો સપનામાં માતા દુર્ગા દેખાય તો..તેનો અર્થ એ છે કે તમારા રોગોનો નાશ થવનો છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. જો પરિવારમાં પણ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ હોય તો તે દૂર થશે. પીડામાંથી મુક્તિ મળશે.

જો સપનામાં માતા લક્ષ્મી દેખાય તો
જો સપનામાં માતા લક્ષ્મી દેખાય તો તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં પોતાના જીવનમાં ક્યારેય ધનની કમી નહીં હોય. તેથી સવારે ઉઠીને માતાને વિગ્રહની સામે દેસી ઘીનો દીવો જલાવો અને ખીરનો ભોગ લગાવો.

સપનામાં દેખાય શ્રીરામ તો
જો તમારા સપનામાં ભગવાન રામ કે વિષ્ણુના દર્શન થાય છે તો એનો અર્થ એ છે કે તમે જે કાર્ય માટે લાંબા સમયથી પ્રયાસો કરો છો તેમાં તમને સફળતા મળનારી છે.

સપનામાં જો દેખાય બજરંગબલી તો
સપનામાં જો વીર હનુમાનજી દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા દુશ્મનોનો નાશ થવાનો છે. તમે સારાઈના માર્ગ પર આગળ વધતાં રહો. બજરંગબલીની કૃપા તમારા પર બની છે. હાં. આ વિજય માટે પોતાના આચરણ જરૂર યોગ્ય રાખવું પડશે.

સપનામાં નારદ મુનિ દેખાય તો
સપનામાં નારદજી દેખાય તો દૂર રહેલા મિત્રો અને પરિજનો વિશે ઝડપથી કોઈ શુભ સમાચાર મળશે.

સપનામાં જો શિવલિંગ દેખાય તો કે તેની પૂજા કરતા દેખાય તો
જો તમે તમારા સપનામાં શિવલિંગની પૂજા કરતા હોય તેવું દેખાય તો તમને ઝડપથી જ શિવ મંદિરના દર્શન કરી લેવા જોઈએ, જ્યાં જવા માટે તમે વિચાર્યું છે. આમ કરતા તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થઈ જશે.

સપનામાં જો શિવનું મંદિર દેખાય તો
જો તમને સપનામાં શિવજીનું મંદિર દેખાય છે તો એનો અર્થ એ છે કે લાંબા સમયથી ચાલી આવી રહેલી કોઈ બીમારીના કારણે કે તમમને કે તમારા પરિવારમાં કોઈ પીડિત હોય તો શીઘ્ર જ આ બીમારીઓથી તમને મુક્તિ મળનારી છે.

સપનામાં જો યમરાજા દેખાય તો
જો તમને સપનામાં યમરાજા દેખાય છે અને જો ડરને કારણે આંખો ખૂલી જાય તો ગભરાવ નહિં…. સપનામાં યમરાજાનું દેખાવું અશુભ નથી પણ શુભ  હોય છે. એનો અર્થ એ છે કે તમારા જીવન પર આવેલું કોઈ સંકટ ટળી ગયું છે. જો તમે  કે તમારા પરિવારમાં કોઈને કોઈ સ્વાસ્થ્ય લાભ મળશે.