If Gujarat is to be Diwali, then Pakistan will be Sad
  • Home
  • Gujarat
  • દિયોદર ખાતે ઠાકોર સમાજને મનાવવા CM વિજય રૂપાણીએ કહ્યું કે….

દિયોદર ખાતે ઠાકોર સમાજને મનાવવા CM વિજય રૂપાણીએ કહ્યું કે….

 | 8:12 pm IST

સમગ્ર રાજ્યની અંદર લોકસભાની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મતદાનના માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે મહત્ત્વપૂર્ણ ગણાતી ઉત્તર ગુજરાતની બનાસકાંઠા લોકસભા સીટ ઉપર છેલ્લી ઘડીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી એકાએક આજે બનાસકાંઠાની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. દિયોદર ઠાકોર ર્બોિંડગ ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સભા સંબોધતા પહેલાં સદારામ બાપાના આશીર્વાદ લીધા બાદ જણાવેલ કે ચૂંટણી આવશે અને જશે પરંતુ હંમેશા સમસ્યા અને ભવિષ્યની ચિંતા કરવાની છે. ઠાકોર સમાજ ભોલો અને ઇમાનદાર છે. સરકારને હંમેશાં ઠાકોર સમાજ પ્રત્યે લાગણી છે.

ગુજરાત સરકાર હંમેશા વિકાસ આગળ ધપાવવા કટિબદ્ધ છે. શિક્ષણની વાત હોય કે આરોગ્યની હંમેશાં રાજ્ય સરકાર તૈયાર રહી છે. આ વખતે કોઈ ગ્રામ પંચાયક કે જિલ્લા પંચાય કે ગુજરાત સરકારની ચૂંટણી નથી. આ કેન્દ્ર સરકારની ચૂંટણી છે. આપણે નરેન્દ્ર મોદીને જીતાડવા માટે કમળ ઉપર મત આપી વિજય બનાવવાના છે. આ વખતે દિયોદરમાં વ્યાજ સાથે મત લેવાના છે. નરેન્દ્ર મોદીનું સૂત્ર છે સૌ સમાજ કો સાથ લે કે ચલના હૈ. આ સૂત્ર પ્રમાણે દરેક સમાજને સાથે રાખી આપણે ખભેથી ખભો મિલાવી ચાલવાનું છે. જ્યારે પરિણામ વખતે ગુજરાત દિવાળી મનાવતું હોય ત્યારે પાકિસ્તાનની અંદર માતમ ઊજવાય છે. વધુમાં જણાવેલ કે ગુજરાત સરકારને હજુ સવા વર્ષ થયું છે, પરંતુ હજુ ચાર વર્ષ બાકી છે હું ખાતરી આપું છું દરેક સમાજને કોઈ પણ ઓછું નહીં થવા દઉં.

ઠાકોર સમાજને મનાવવા સી.એમ. રૃપાણી બનાસકાંઠા દોડયા

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ સાથે અપક્ષ ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાત રાજ્યના વિજયભાઈ રૃપાણી બનાસકાંઠા દિયોદર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં ઠાકોર ર્બોિંડગ ખાતે કેશાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને ઠાકોર આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં ઠાકોર સમાજના આગેવાનો છે. કમળ ઉપર મતદાન કરવા ફરી ભારત સરકાર નરેન્દ્ર મોદી વિજય થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા સીટ ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે તેમાં ઠાકોર સેનાના આગેવાનો સ્વરૃપજી ઠાકોર ચૂંટણી લડતા હોવાથી તેની અસર સીધી બંને પક્ષ ઉપર પડી રહી છે ત્યારે આજે વિજય રૃપાણીની આ બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં ભારે દોડધા મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન