certain situation of home or office creares vastu dosh, abolish it this way
  • Home
  • Astrology
  • જો ઘર કે ઓફિસની સ્થિતિ આવી હોય તો લાગે છે વાસ્તુદોષ

જો ઘર કે ઓફિસની સ્થિતિ આવી હોય તો લાગે છે વાસ્તુદોષ

 | 8:39 pm IST

ઘણીવાર મકાન, દુકાન, સોસાયટી અથવા ફ્લેટ અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્ષની સ્થિતિ એવી થઈ જાય છે કે, તેઓ રસ્તાઓ વડે ચારે તરફથી ઘેરાયેલા લાગે છે. આવી સ્થિતિ એવો આભાસ આપે છે, જાણે ઘરનું ધન ચારેય દિશાઓમાંથી નીકળીને બહાર જઈ રહ્યું હોય અને વાસ્તવમાં આવું જ થાય છે. આવી જગ્યાએ કોઈપણ રીતે ધનનો સંચય કરવો મુશ્કેલ થઈ જાય છે.

આ દોષના નિવારણ માટે ઘરના મુખ્ય પ્રવેશને દરવાજાની જમીન કરતાં એક ઈંચ ઊંચું કરી નાંખો, જેથી અંદર પ્રવેશતી વખતે પગ ઊંચો કરીને જવું પડે. એેટલે કે ઉમરો કરી નાંખો

વિસ્તારના મુખ્ય દ્વારની સામે ઘર
મકાનનો કોઈ ભાગ અથવા વિસ્તાર ઘરના મુખ્ય દ્વારની બરોબર સામે હોય તો નિવાસ કરવાવાળાઓ હૃદય વિકારથી પીડિત રહે છે અને તેમની નિયમિત સંભાળ રાખવી જરૂરી થઈ પડે છે.

આ દોષના નિવારણ માટે ઘરના મુખ્ય પ્રવેશની નીચે 6 સોનેરી રંગના સિક્કા રાખી દો. આ સિક્કા એ રીતે રાખો કે જમીનની સમાંતર સીધી રેખા બની જાય અને સિક્કાનો ચિત્રોવાળો ભાગ ઉપર રહે. તે સિવાય ઘરની દીવાલ પર દર્પણ લગાવી દો, જેથી નકારાત્મક ઊર્જા પરાર્વિતત થઈને પાછી ફરી જાય.