astrology and friendship: know how will be a person according to Zodiac
  • Home
  • Astro
  • જાણો કઈ રાશિના લોકો કેવા નિવડશે મિત્ર તરીકે, જાણો અહિં…

જાણો કઈ રાશિના લોકો કેવા નિવડશે મિત્ર તરીકે, જાણો અહિં…

 | 7:08 pm IST
  • Share

કેટલાંક લોકો એવા હોય છે કે જે ખૂબ જ ટૂંકા સમયમાં તમારા ખૂબ જ સારા મિત્ર બની જાય છે. તો બીજી બાજુ એવા મિત્રો પણ હોય છે કે જેની સાથે ખૂબ જ દિલથી દોસ્તી નિભાવવા છતાં છેહ આપીને દૂર થઈ જાય છે. બધાના જીવનમાં મિત્રો હોય છે. કેટલાંકના જીવનમાં સારા મિત્રો હોય છે તો કેટલાંક લોકો પોતાના મિત્રોના વ્યવહારથી પરેશાન રહે છે, પણ મિત્રતા કરતા પહેલા ખબર હોતી નથી કે, તમને તેની મિત્રતા ગમશે કે નહીં. કોઈપણ વ્યક્તિની રાશિ તેના સ્વભાવથી જોડાયેલા કેટલાક રહસ્યો ખોલી દે છે. કોઈની સાથે મિત્રતા કેળવતા પહેલાં જાણી લો કે કોણ વ્યક્તિ મિત્ર તરીકે કેવું નિવડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિથી સ્વભાવ જાણી શકાય છે

મેષ રાશિ: મેષ રાશિના જાતકો કોઈની સાથે એકવાર મિત્રતા કરી લે તો ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ તેમના મિત્ર સાથે ઉભા રહે છે. તેઓ મિત્રની મદદ કરતા પહેલા વિચારતા નથી. જ્યારે પણ મિત્રને તેમની જરૂર હોય પડે છે તેઓ તેની પાસે પહોંચી જાય છે.

2 વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકો ખૂબ જ ઓછા મિત્રો બનાવે છે, પણ જેટલા પણ મિત્રો હોય છે તેઓ તેમને સાથે લઈને ચાલે છે. તેઓ ખરાબ લોકોને મિત્ર બનાવવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે.

3. મિથુન રાશિ: આ રાશિના લોકો ભાગ્યે જ કોઈની સાથે મિત્રતા કરે છે, આ જાતકોના લોકો મિત્રતાને સીરિયસલી લેતા નથી. તેઓ ફક્ત મોજ-મસ્તી અને હરવા-ફરવા માટે મિત્રો બનાવતા હોય છે.

4. કર્ક રાશિઃ આ રાશિના જાતકો સારા હૃદયના હોય છે. તેઓ પોતાના મિત્રો પ્રત્યે ખૂબ જ પ્રામાણિક હોય છે. મિત્રતા નિભાવવામાં આ લોકો ખૂબ જ આગળ હોય છે, પણ એ લોકો કેટલીક વાતો ભૂલી જાય છે જેમ કે, મિત્રનું જન્મદિવસ. હકીકતમાં આવું તેમના ભૂલી જવાના સ્વભાવના કારણે થાય છે.

5. સિંહ રાશિ: સિંહ રાશિના લોકો ખૂબ જ સારા મિત્ર બને છે. આ લોકો મિત્રોથી મળવા અથવા તેમના ફોન ઉંચકવામાં કોઈ દિવસ બહાનું નથી કાઢતા. તેઓ પોતાના મિત્રો માટે હૃદયમાં હંમેશા પ્રેમ રાખે છે.

6. કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોના બધા જ મિત્રો સાચા હોય છે. આ લોકોને જેની મિત્રતા નથી ગમતી તેનાથી દૂર જ રહે છે.

7. તુલા રાશિ: આ રાશિના જાતકો વ્યવહારમાં સારા હોય છે. આ લોકો ખૂબ જ સરળતાથી બધાને ઇમ્પ્રેસ કરી લે છે. જેના કારણે બધા જ લોકો તેમની સાથે મિત્રતા કરવા ઇચ્છે છે. તેમની અંદર એક ખાસ વાત હોય છે કે, તેઓ ક્યારેય મિત્રોને મદદ કરવામાં પાછળ રહેતા નથી.

8. વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો ખૂબ સમજી-વિચારીને મિત્રતા કરતા હોય છે, છતાંય કેટલીક વાર તેમના મિત્રો તેની અપેક્ષાઓ પર સાચા ઠરતા નથી, જેના કારણે તેઓ નિરાશ રહે છે.

9. 9. ધન રાશિ: ધન રાશિના જાતકો એવા મિત્ર હોય છે જે તેમના દુ:ખી મિત્રોના ચહેરા ઉપર પણ મુસ્કાન લઇ આવે છે. તેમનું સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ અને મોજીલા હોય છે. તેમની આ ખાસિયતોના કારણે તેમની પાસે મિત્રોની સંખ્યા વધારે હોય છે.

10. મકર રાશિ: આ રાશિના લોકો ઘણા બધા મિત્રો બનાવે છે અને બધા સાથે સારી મિત્રતા નિભાવે છે.

11. કુંભ રાશિ: આ રાશિના લોકો મિત્ર બનાવતી વખતે ઘણું બધું વિચારે છે. કેટલીક વાર તો આ લોકો મિત્રતામાં પણ સ્વાર્થ દેખાડે છે.

12. મીન: મીન રાશિના લોકોનું હૃદય પોતાના પરિવાર અને મિત્રો માટે ખૂબ જ મોટું હોય છે, તેઓ તેમના માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને પોતાના મિત્રોને ક્યારેય નિરાશ કરતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો