A new tax slab will create a more rational system for people of different classes
  • Home
  • Business
  • જો આવકવેરાની મર્યાદા વધારાશે તો કરોડો નોકરિયાતોને લાભ થશે

જો આવકવેરાની મર્યાદા વધારાશે તો કરોડો નોકરિયાતોને લાભ થશે

 | 12:22 am IST

દર વખતની જેમ સરકાર આ વખતે પણ મધ્યમ વર્ગને બજેટમાં મોટા રાહત આપે તેવી શક્યતા છે. નાણાપ્રધાન અરુણ જેટલી નોકરિયાતો માટે આવકવેરાની મર્યાદા રૂ.2.50લાખ ઉપરથી વધારીને રૂ.5 લાખ કરશે એમ માનવામાં આવી રહ્યું છે. આ પગલાંને પરિણામે નોટબંધીથી બેહાલ થયેલા મધ્યમ વર્ગને થોડી રાહત મળશે. જેટલી દ્વારા આ છૂટછાટ આપવામાં આવે તો તેને પરિણામે કરોડો નોકરિયાતોને લાભ થશે.

વચગાળાના બજેટમાં ઘણીખરી માગને પૂરી કરવામાં આવી ન શકે પરંતુ ભાજપ સરકાર ચૂંટણીને ધ્યાનમાં લઈને મધ્યમ વર્ગને ખુશ કરવા પ્રયાસ કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે ટેક્સ સ્લેબને પદ્ધતિસર કરવાની યોજના ઘડવામાં આવી છે.

નવા ટેક્સ સ્લેબમાં અલગ અલગ વર્ગના લોકો માટે વધુ તર્કસંગત પ્રણાલી બનાવાશે, કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે અને વ્યવસાયોને સ્પર્ધાત્મક બનાવવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે. તદુપરાંત મેડિકલ ખર્ચ અને પરિવહન ભથ્થાંને બજેટમાં ફરીથી બહાલી આપવામાં આવશે એવી ધારણા છે.

હાલમાં રૂ.2.50 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નથી જ્યારે રૂ.2.50 લાખથી રૂપિયા પાંચ લાખ સુધીની વાર્ષિક આવક ઉપર 5 ટકા ટેક્સ છે જ્યારે રૂ.5  લાખથી રૂપિયા 10 લાખની વાર્ષિક આવક ઉપર 20 ટકા અને રૂપિયા 10 લાખથી વધુની વાર્ષિક આવક ઉપર 30 ટકા ટેક્સ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના લોકોને વાર્ષિક રૂ.5 લાખની આવક ઉપર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.