કોરોનાની લડાઈમાં ભારત માટે હુકમનો એક્કો સાબિત થયું આ હથિયાર, નહીં તો હોત 29 લાખ કેસ

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે છેલ્લા 4 દિવસથી કોવિડ-19નાં 1 લાખથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સરકારે કહ્યું છે કે, લગભગ 80 ટકા કેસ 5 રાજ્ય – મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીથી છે. આવામાં કહી શકાય છે કે ભારતમાં કોરોનાનો પ્રકોપ સીમિત ક્ષેત્ર સુધી જ છે.
છેલ્લા 4 દિવસથી રોજ 1 લાખથી વધારે ટેસ્ટિંગ
સ્વાસથ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસનાં કારણે 37,000-78,000 મોતો થઈ શકતા હતા. 14-29 લાખ કેસ થઈ શકતા હતા, લાખો કેસ નથી ફેલાયા કેમકે આપણે નિર્ણય કર્યો કે આપણે ઘરની લક્ષ્મણ રેખાને પાર નહીં કરીએ. તેમણે જણાવ્યું કે છેલ્લા 4 દિવસથી કોવિડ-19 માટે રોજનાં એક લાખથી વધારે તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, શુક્રવાર બપોર એક વાગ્યા સુધી કોવિડ-19નાં 27,55,714 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં 103829 નમૂનાઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.
5 રાજ્યોમાં કોરોનાનાં 80 ટકા કેસ
મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં 3,234 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધી 48,534 દર્દીઓ ઠીક થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 21 મે સુધી કોરોના વાયરસનું સંક્રમણ કેટલાક રાજ્યો અને શહેરોમાં/જિલ્લામાં કેન્દ્રિત થઈ ગયું છે. ડૉ. વીકે પૉલે જણાવ્યું કે, 5 રાજ્યોમાં લગભગ 80 ટકા કેસ અને 5 શહેરોમાં 60 ટકાથી વએધારે, 10 રાજ્યોમાં 90 ટકાથી વધારે અને 10 શહેરોમાં 70 ટકાથી વધારે કેસ કોવિડ-19નાં આવી રહ્યા છે.
કોરોનાનાં કેસોનાં વૃદ્ધિ દરમાં ઘટાડો
તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં કારણે કોવિડ-19થી થતા મોતોનાં વૃદ્ધિ દરમાં ઘણો ઘટાડો આવ્યો છે. કેટલાક આંકડાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોવિડ-19નાં કેસોનાં વૃદ્ધિ દરમાં 3 એપ્રિલ, 2020થી સતત ઘટાડો આવી રહ્યો છે. જો સમય રહેતા લૉકડાઉન ના લગાવવામાં આવ્યું હોત તો આજે 14થી 29 લાખની વચ્ચે કોરોનાનાં દર્દીઓ હોત. પૉલનાં જણાવ્યા પ્રમાણે લૉકડાઉનનાં કારણે હજારો લોકોની જિંદગી બચી છે. તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધી 1 કરોડ લોકો સારવારકરાવી ચુક્યા છે. આ મોટી ઉપલબ્ધિ છે.
આ વિડીયો પણ જુઓ: દમણ- વતન જવાની માગ સાથે હોબાળો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન