If it comes to your home, then this animal can understand the shining future
  • Home
  • Astrology
  • ચમકી જશે તમારું ભવિષ્ય, જો તમારા ઘરમાં આવે છે છછુંદર, થશે ફાયદો જ ફાયદો

ચમકી જશે તમારું ભવિષ્ય, જો તમારા ઘરમાં આવે છે છછુંદર, થશે ફાયદો જ ફાયદો

 | 9:19 am IST

કહેવાય છે તે છછુંદર સર્વભક્ષી, ખતરનાક અને સાહસી પ્રાણી છે તે ઉંદર અને સાપને જોતા જ ચટ કરી જાય છે. જ્યારે એવું પણ કહેવામાં આવે છે કે કૂતરા, શિયાળ અને અન્ય જાનવર પણ તેને ખાવાની હિમ્મત કરતા નથી અને તેને પક્ષીઓમાંથી માત્ર ઘુવડ જ ખાઇ શકે છે. જ્યારે તેને ખાતા ઘુવડ બીમાર થઇ જાય છે અને તેમનું મોત થઇ જાય છે. આ કારણથી તે ખાતા નતી. એવામાં ઘરમાં કેટલીક વખત છછુંદર આવે અને જાય છે. જ્યારે ઘરમાં અવાજ પણ કરે છે. એવામાં ઘરમાં છછુંદરનું આવવું શુભ હોય છે કે અશુભ આવો તમને જણાવીએ.

શુભ-અશુભ

– કહેવાય છે કે છછુંદર જે પણ વ્યક્તિની ચારેય તરફ ફરે છે તો સમજો કે તેને નજીકના ભવિષ્યમાં કોઇ મોટો લાભ થવાનો છે અને તે લોકો ધન લાભ પણ હાંસલ કરી શકશે.

– એવું પણ કહેવાય છે કે છછુંદર જો ઘરમાં ચારેય તરફ ફરે તો તે ઘરની દરેક વિપત્તિ ટળી જાય છે અને ઘરમાં સુખ તેમજ ખુશી આવી જાય છે.

– એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિને દિવાળીની રાતે છછુંદર જોવા મળે તો તેમની કિસ્મત ખુલી જાય છે અને તેમના દરેક કામ સફળ થઇ જાય છે. દિવાળીના દિવસે છછુંદર દેખાવવાનો મતલબ છે કે તમે ખૂબ ભાગ્યશાળી છો અને ધનથી જોડાયેલી તમારી દરેક સમસ્યા ખતમ થવાની છે.

– એવું પણ કહેવાય છે તે જે ઘરમાં છછુંદર ફરતા રહે છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે. પરંતુ જે ઘરમાં સ્વચ્છતા અતિશય હોય છે ત્યાં છછુંદર ખૂબ ઓછા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન