હવે જો મોડું થશે તો પશુધનનો નાશ થઈ જશેઃ પૂર્વ રાજ્યમંત્રી - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • હવે જો મોડું થશે તો પશુધનનો નાશ થઈ જશેઃ પૂર્વ રાજ્યમંત્રી

હવે જો મોડું થશે તો પશુધનનો નાશ થઈ જશેઃ પૂર્વ રાજ્યમંત્રી

 | 2:00 am IST

કુદરત જાણે કચ્છની કસોટી કરતી હોય તેમ અહીં સતત આસમાની આફતો આવતી રહે છે. એક તો ઓછો અને તેમાં પણ અનિયમિત વરસાદ જિલ્લાનાં આર્િથક માળખાને હચમચાવી નાખે છે. કારણ કે, કચ્છનું પશુપાલન સીધું વરસાદ સાથે જ જોડાયેલું છે. જો ઓછો વરસાદ પડયો તો પશુધનને બચાવવા તંત્ર દર વખતે ટૂંકું પડે છે અને માલધારીઓને વણજારા જિંદગી બસર કરવી પડે છે. નાછૂટકે વતન છોડી અન્ય જિલ્લાની વાટ પકડવી પડે છે.

આ વર્ષે પણ કુદરત જિલ્લા પર રૃઠી છે. જિલ્લામાં ૨૨ લાખ જેટલું નાનું – મોટું પશુધન છે. જે તાલુકાઓમાં સૌથી વધુ પશુધન છે ત્યાં સાવ ઓછો વરસાદ પડયો છે. દુષ્કાળનાં ડાકલા વાગી રહ્યા છે. પશુધન માટે ઘાસચારાની રોજિંદી જરૃરિયાત પ્રમાણે પુરવઠો ઉપલબ્ધ થતો નથી અને વહીવટીતંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. બીજીતરફ નેતાગીરી પણ રજૂઆત કરીને સંતોષ માની લે છે, પરંતુ ખપ પૂરતો ઘાસચારો લાવી શકતાં નથી તે પણ કડવી હકીકત છે. એકંદરે પશુપાલકોેને હિજરત કરવાની નોબત આવી છે. અબડાસા અને લખપત પંથકમાંથી તો હિજરત શરૃ પણ થઈ ગઈ છે.

આવી જ પરિસ્થિતિ રાપર તાલુકાનાં ખડીર પંથકની છે. આ વર્ષે ચોમાસું નબળું જતાં પશુપાલકોની હાલત કફોડી થઈ છે. જિલ્લામાં સૌથી વધુ પશુધન છે ત્યાં સૌથી ઓછો વરસાદ પડયો છે. લખપત તાલુકાની વાત કરીએ તો માત્ર ૧૨ મિ.મી., રાપર તાલુકામાં ૨૬ મિ.મી., અબડાસામાં ૫૩ મિ.મી., ભુજમાં ૮૨ મિ.મી. વરસાદ પડયો છે.

હાલે જે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રોજિંદી જરૃરિયાત કરતાં અડધાથી ઓછું ઘાસ આવે છે અને તેમાં પણ વગદારો અને માથાભારે લોકો નાના પશુપાલકોનો વારો આવવા જ દેતાં નથી. ત્યારે આવતાં ઘાસનાં ફોટા પાડી મીડિયામાં ચમકવા ઉત્સુક તંત્ર સુચારૃ રૃપે ઘાસનું વિતરણ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરે તે જરૃરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન