if-khosogi-is-killed-then-be-ready-to-suffer-severe-consequences
  • Home
  • World
  • ખશોગીની હત્યા થઈ હશે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેજો: ટ્રમ્પ

ખશોગીની હત્યા થઈ હશે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેજો: ટ્રમ્પ

 | 6:06 am IST

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, તેઓ વિચારે છે કે સાઉદી અરબનાં ગુમ થયેલા પત્રકાર જમાલ ખોશોગીનું અવસાન થયું છે. તેમજ સાઉદી અરેબિયા પર ખુબ ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ટ્રમ્પનું આ નિવેદન સાઉદી અરેબિયા અને તૂર્કીની મુલાકાતથી પરત ફરેલા વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોની આપ્યા બાદ આવ્યા છે.

તુર્કીની રાજધાની ઈસ્તાનબુલ સ્થિત સાઉદી અરબના દુતાવાસમાં પ્રવેશ કર્યા બાદથી ગુમ થયેલા ખશોગી મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દુતાવાસની અંદર જ તેમની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ તેમનો અવાજ ઉઠાવ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, અમે પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ, અમારી પાસે ખુબજ જલ્દી પરીણામ આવશે, અને મને લાગે છે કે, હું નિવેદન આપવાનો છું અને ખુબ જ ગંભીર નિવેદન આપવાનો છું. હાલ અમે ત્રણ અલગ અલગ તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ.