If Modi becomes the government again, the Sensex will rise
  • Home
  • Business
  • NDAની વાપસીને શેરબજારે કર્યું જોરદાર સ્વાગત, સેન્સેક્સ 40,000 પાર

NDAની વાપસીને શેરબજારે કર્યું જોરદાર સ્વાગત, સેન્સેક્સ 40,000 પાર

 | 7:44 am IST

આજથી પાંચ વર્ષ પૂર્વ ભારતીય જનતા પક્ષે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતીય શેરબજાર દ્વારા નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની એનડીએની સરકારના ભવ્ય વિજયનું ભારતીય શેરબજારે પણ જોરદાર ઉછાળા સાથે સ્વાગત કર્યું હતુ. એવું માનવામાં આવે છે કે ઇતિહાસ પોતે પુનરાવર્તન કરે છે. નિષ્ણાતો માને છે કે આ એકમાત્ર વસ્તુ છે જે આ સમયે થઈ શકે છે. એક્ઝિટ પોલ બાદ જે રીતે શેરબજારે નવા રેકોર્ડ્સ નોંધાવ્યા છે તે જોતા આજે પણ શેરમાર્કેટ નવી સરકારના આગમનમાં જોરદાર સ્વાગત કર્યુ છે. શેરબજારમાં જાણકારોનું કહેવું છે કે જો મોદી સરકાર ફરી બનશે તો શેરબજારમાં સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવશે. તેમજ  શેરબજારમાં સેન્સેક્સ 40,000ને પાર પહોંચ્યુ છે. જે એક ઇતિહાસિક સિદ્ધી છે. તેમજ જો વિપક્ષની સરકાર આવશે તો શેરમાર્કેટમાં મોટો કડાકો થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે એક્ઝિટ પોલ બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, પાવર અને એનબીએફસીમાં તેજી આવી છે. એક્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવી વાત કરવામાં આવી છે. બજાર વિશ્લેષકોને લાગી રહ્યું છે કે જો બીજેપી પક્ષ સત્તા પર આવે છે, તો આ ક્ષેત્રોને લાભ કરી શકે છે. એક બ્રોકરેજ ફર્મના સ્ટ્રેટેજી એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ વડાએ કહ્યું હતું કે, “ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની જાહેરાત કરી હતી. તેથી બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ મટેરિયલ કંપનીઓમાં એક્ઝિટ પોલ બાદ ખરીદી વધી છે.” તેમણે જણાવ્યું હતું કે રોકાણકારો ખાનગી ક્ષેત્રની કોર્પોરેટ બેંકો અને વિશેષતા રાસાયણિક કંપનીઓમાં પણ રસ ધરાવે છે.

દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાનું માનવું છે કે, એક્ઝિટ પોલ કરતા પણ સારૂ રહેશે અસલી પરિણામ. લોકસભા ચૂંટણીમાં NDAને 300±10 સીટો મળશે. 2019 લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે. ફરી મોદી સરકાર બનવાની આશાથી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 10 વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી છે. એક્ઝિટ પોલમાં એનડીએને 304 સીટો અને યૂપીએને 118 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય સીટો અન્ય પાર્ટીઓને મળશે.

નિફ્ટીનો નીચો સ્તર 11000 બની ગયો છે. જોકે, ઉપરની તરફ નીચેના સ્તરનો સટીક અનુમાન ના લગાવી શકાય. 2014માં મોદી સરકાર સત્તામાં આવવા પર નિફ્ટીએ 30 ટકાથી વધારે રિટર્ન આપ્યું હતું. પરંતુ સમાન ઉત્સાહનું પુનરાવર્તન થવાની સંભાવના નથી.2019માં બજાર 30 ટકા રિટર્ન નહીં આપી શકે, પરંતુ મને લાગે છે કે, બજાર સારૂ રહેશે. જો એનડીએને સ્પષ્ટ બહુમત મળે છે તો, 10,750-11,000ને એક ક્રૂસિયલ બોટનના રૂપે જોવામાં આવી શકે છે.

ભારતનો ગ્રોથ ગ્લોબલ ગ્રોથ સાથે જોડાયેલો છે કેમ કે, ભારતનો નિકાસ જીડીપી કરતા ઓછો છે. ભારતમાં ગત પાંચ વર્ષમાં ઉપ-પૂંજીગત વ્યય થયો છે. પરંતુ, ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના કારણે ભારતમાં ક્રેડિટ કલ્ચરમાં સુધાર થઈ રહ્યો છે.

મિડકેપ શેરમાં થશે ઉછાળો:
એક્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની વાપસી થવા પર મિડ-કેપ શેરોનું ભાવિ બદલાશે. એક્ઝિટ પોલ બાદ નિફ્ટી ઇન્ડેક્સ સોમવારે 3.7 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 4.1 ટકાની અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. આથી મિડ એન્ડ સ્મોલ કેપ સેગમેન્ટમાં મજબૂતી આવવાનો સંકેત માનવામાં આવે છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે 23 મેના રોજ આવતા ચૂંટણી પરિણામ નરેન્દ્ર મોદીના પક્ષમાં રહેશે તો આ સેગમેન્ટમાં સતત વધારો થતો રહેશે.

એક સિક્યોરિટીઝના વડાએ જણાવ્યું હતુ કે મિડ-કેપ ઇન્ડેક્સને સોમવારે વેગ મળ્યો હતો. એવું લાગે છે કે ઇન્ડેક્સમાં સુધારાનો સમયગાળો પૂરો થયો છે. તેમણે જણાવ્યું હતું કે મિડ-કેપ શેરોમાં પાર્ટીની શરૂઆત થઇ ગઇ છે. 2017માં સ્ટોક માર્કેટની તેજીમાં સ્મોલ-કેપ સ્ટાર પરફોર્મર હતા. વર્ષ 2019માં પણ, મિડ-કેપ ઈન્ડેક્સ નીચે રહ્યો છે, જ્યારે નિફ્ટી લાઇફ ટાઇમ ઉચ્ચ સ્તરની નજીક છે.

આ Video પણ છે ખાસ આપના માટે:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન