નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક તો પછી શા માટે બેચેન છે પાકિસ્તાન ? - Sandesh
  • Home
  • World
  • નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક તો પછી શા માટે બેચેન છે પાકિસ્તાન ?

નથી થઈ સર્જિકલ સ્ટ્રાઈક તો પછી શા માટે બેચેન છે પાકિસ્તાન ?

 | 5:58 pm IST

કાશ્મીરમાં ઉરીમાં આતંકી હુમલાના 10 દિવસ પછી ભારતે બુધવારે રાતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશમીરમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો. સરકારે પીઓકેની હદમાં જઈને કરેલી સૈન્ય કાર્યવાહીથી વધું પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક અલગતાવાદીઓને હથિયાર બનાવતી હતી. આમછતાં સેનાએ પોતાના નિવેદનની સચ્ચાઈ બતાવી દીધી. આર્મીએ કહ્યું હતું કે તે પોતાના સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે સમય અને જગ્યા ખુદ પસંદ કરશે. પાકિસ્તાને ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને ફગાવી દીધો છે. આમછતાં ગુરુવારે દિવસભર કઈંનેકઈં એવું કરતો રહ્યો કે જેનાથી સ્પષ્ટ થતું હતું કે તે જુઠ્ઠુ બોલી રહ્યો છે.

ઈન્ડિયન આર્મીએ સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી આપી પરંતુ પાકિસ્તાની સૈનિકોના માર્યા ગયા વિશે કઈં પણ ન કહ્યું. તેને લઈને પકિસ્તાન તરફથી જ નિવેદન બહાર પાડવામાં આવ્યું. ગુરુવારે સવારે પાકિસ્તાની મીડિયામાં ખબર આવવા લાગી કે ભારતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને બે પાકિસ્તાની સૈનિકોને મારી નાંખ્યા. તે પછી પાકિસ્તાની સેનાએ પણ તે વાતની પુષ્ટિ કરી.

બપોર થતાંથતાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે નિવેદન આપ્યું કે ભારતીય સેનાના પગલાની નિંદા કરીએ છીએ. જો પાકિસ્તાનના બે સૈનિકો સીઝફાયરના ઉલ્લંઘનમાં માર્યા ગયા હોય તો પછી નવાજ શરીફના નિવેદનની કોઈ જ જરૂર ન હતી. પાકિસ્તાની વડાપ્રધાન સામાન્યરીતે સીજફયર અંગે નિવેદન દેતા કે સાંભળતા જોવા નથી મળ્યા.

તે પછી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ પાર્ટી(પીટીઆઈ)ના ચેરપર્સન ઈમરાનખાને મોદીને જવાબ દેવા માટે સંકલ્પ કર્યો. તેમણે કહ્યું કે જે શરીફ નથી કરી શકતા તે તે પોતે કરી બતાવશે. તેમણે કહ્યું કે આ રીતે ભારતીય આક્રમકતાનો જવાબ કેવી રીતે અપાય તે તે નવાજ શરીફને બતાવશે.

આ મામલે પાકિસ્તાની મીડિયામાં પણ સ્થિતિ સ્પષ્ટતાભરી જોવા ન મળી.  તે ગેરસમજણના શિકાર રહ્યા. પાકિસ્તાની સમાચારપત્ર ડોને ખબર આપી કે 8 ભારતીય સૈનિક માર્યા ગયા અને એક ભારતીય સૈનિકને જીવતો કબજામાં લેવામાં આવ્યો. તે પછી અખબારે આ સ્ટોરીમાં સુધારવધારા કર્યા.

ભારતીય સેનાએ ઘોષણા કર્યા પછી નવાજ શરીફે ફેડરલ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. તેમણે બંને દેશો વચ્ચે વધતા તણાવને લઈને મીટિંગમાં વાતચીત કરી.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના દૂત મલીહા લોધીએ સંરક્ષા પરિષદના અધ્યક્ષ સાથે મુલાકાત કરી અને ભારત પાક સીમા પર રહેલા તનાવ વિશે જાણકારી આપી.

મલીહા લોધી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાનકી મૂનને મળ્યાના છે અને તેમને ભારતના આક્રમક રૂખની ફરિયાદ કરવાના છે.

આ મુદ્દાઓ એવા તથ્યોનો નિર્દેશ કરે છે કે પાકિસ્તાન ભલે સર્જિકલ સ્ટ્રાઈકની વાત ફગાવી દે પણ હકીકત કઈંક અલગ જ છે. હકીકત એ છે કે ભારતીય સેનાએ તેમને ઉંડો ઘાવ આપ્યો છે જેને તે બતાવી પણ નથી શકતું અને છુપાવી પણ નથી શકતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન