ઘરમાં ટેન્શન અને અજંપો રહે છે તો રોજ કરો ગણેશઅથર્વશીર્ષ - Sandesh
  • Home
  • Astrology
  • ઘરમાં ટેન્શન અને અજંપો રહે છે તો રોજ કરો ગણેશઅથર્વશીર્ષ

ઘરમાં ટેન્શન અને અજંપો રહે છે તો રોજ કરો ગણેશઅથર્વશીર્ષ

 | 2:23 pm IST

ઘર એ ઘર છે. લોકો ભલે ગમે તેટલાં અસાત્વિક, કપટી, ભ્રષ્ટાચારી હોય પણ ઘરમાં તો લોકો શાંતિ, સૌહાર્દ, સાત્વિકતા, સ્વાસ્થ્ય, નીતિમત્તા, વફાદારી ઝંખે છે. આ બધું હોય ત્યારે જ ઘર એ ઘર લાગે છે. જો તમે ભ્રષ્ટાચારી હશો તો તમારા બાળકો તેજસ્વી નહિં જ થાય. ભ્રષ્ટાચારનો સંબંધ તમારા સંતાનો સાથે છે. જો તમે પ્રમાણિક અને ઉમદા હશો. તો તમારા બાળકો બુદ્ધિશાળી, જ્ઞાની અને પાંચમાં પૂછાતા હશે. તે એ સન્માન માન મેળવતા જોવા મળશે જેની ભલભલા કરોડો પતિઓને પણ ઈર્ષા આવે. જો કે આજે આપણે વાત કરવી છે ઘરની અને વાસ્તુદોષની. એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કઈ રીતે વાસ્તુદોષ દૂર કરવો તે વિશે પણ.

એ બહું જ જરૂરી છે ઘરમાં હકારાત્મક ઉર્જા પૂર્ણ રીતે હોય અને રહે. તે કેટલાંક સંજોગોમાં નથી જોવા મળતી. 1. ઘર અંધારિયું હોય 2. ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય 3. વાસ્તુદોષ હોય અને 4. કોઈ દેવ કે પિતૃપીડા હોય. આ તમામ બાબાત એવી નથી કે તેનો  કોઈ ઉકેલ જ નથી. સુખી થવા માટે પૈસો જ પુરતો નથી. આ બધું પણ ભાગ ભજવે છે પછી તમે માનો કે પછી ન માનો.

1. ઘર અંધારિયુ હોય અને ઘરમાં સકારાત્મક ઉર્જા ન હોય તો પછી ઘર વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવાયેલું નથી. તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મામૂલી ફેરફાર કરો. ઘરમાં શુભ થવા લાગશે.

2. જો વાસ્તુદોષ હોય તો તે કેવો છે. જો તે બાંધકામને લઈને હોય તો પણ તેમાં જરૂરી નાનામોટાં ફેરફાર કરો. વાસ્તુ દોષ મટી જશે.
ઘરમાં ચોરસ પ્લોટમાં ઉત્તર તરફ અને પૂર્વ તરફ માર્જિન વધારે છૂટેલા હોય તો તે સારું ગણાય. આ ઉપરાંત પ્લોટ કે મકાનનો ઉત્તર તરફનો ભાગ નીચો હોવો શુભ નિશાની છે. ઘરનો દરવાજો તમને અનુકૂળ આવે તેવી દિશામાં હોય તો તે વધું લાભ પ્રદ રહે છે. ઘરમાં દાદર ક્લોક આકારે હોવો જોઈએ. ખાંચાખૂંચીવાળા ઘરમાં કોઈને કોઈ ઉપાધિ રહેતી જોવા મળે છે. અગનિ દિશામાં રસોઈ અને ઉત્તર-પૂર્વમાં પૂજા એ ઈચ્છવાયોગ્ય સ્થિતિ છે. પશ્રિમનો બેડરૂમ દાંપત્ય જીવનને આહલાદક બનાવે છે.

3. ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવા છતાં ઘરમાં સુખશાંતિ ન હોય તો કોઈ ગ્રહ, દેવ કે પિતૃપીડા હોવી સંભવ છે.  કે પછી 4. ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય તો પણ એમ બને છે.

જો તમે પોતે તમારા ઘરમાં આમ અનુભવતા હોય તો ઘરમાં રોજ સંધ્યાટાણે દીવા અચૂક કરો. તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે ઘરમાં ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં ગમે તેટલી નકારાત્મકતા કેમ ન હોય તે દૂર થશે જ. તમે એ જ ઘરમાં સુખનો સ્વાદ ચાખી શકશો. આ ઉપરાંત શિવ, વિષ્ણુ અને ચંડી પૂજા પણ વાસ્તુદોષમાં રાહત આપે છે. ઘરમાં ટેન્શન ભરી સ્થિતિને દૂર કરી સકારાત્મકતા ફેલાવે છે.