If Rain will come on 9-10th july than India automatically enter in Final
  • Home
  • Sports
  • Cricket
  • CWC2019: …તો ભારત સેમી ફાઇનલમાં રમ્યા વગર જ ફાઇનલમાં પહોંચી જશે!

CWC2019: …તો ભારત સેમી ફાઇનલમાં રમ્યા વગર જ ફાઇનલમાં પહોંચી જશે!

 | 10:15 am IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ના અંતિમ લીગ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી અને ઓસ્ટ્રેલિયા સાઉથ અફ્રિકા સામે હાર્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યું છે. આ કારણે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો હવે ન્યુઝીલેન્ડ સાથે થશે.

જો કે હવે ભારત-ન્યુઝીલેન્ડની મેચ અંગે ભવિષ્યવાણી અને અનુમાનનો દોર ચાલુ થયો છે. ત્યારે એક એવી પણ સંભાવના સામે આવી છે જેના વિશે જાણી તમને થોડું આશ્ચર્ય અને ખુશી થશે. મંગળવારે(9 જુલાઈ) મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર એક પણ બોલ ફેંક્યા વગર ભારત ફાઇનલમાં પહોંચી શકે છે. એટલે કે જો તે દિવસ મેઘરાજા મહેબાન થાય તો પણ ભારતની ફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓ મજબૂત છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ વર્લ્ડ કપ 2019ની કેટલીક લીગ મેચો વરસાદના કારણે ધોવાઈ હતી. જ્યારે સૂત્રો મુજબ ઈંગ્લેન્ડના હવામાન વિભાગે પણ 9 જુલાઈને મેનચેસ્ટરમાં વરસાદ થવાની આગાહી કરી છે. જોકે આઈસીસીએ સેમીફાઇનલ માટે એક રિઝર્વ ડેની તૈયાર પણ કરી છે. તેથી જો 9 જુલાઈએ વરસાદ પડે અને મેચ ન થાય તો આગામી દિવસ એટલે કે 10 જુલાઈએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ રમાશે.

પરંતુ જો 10 જુલાઈ પણ વરસાદ થયો તો શું? એવી પરિસ્થિતિઓમાં પોઈન્ટ ટેબલને ધ્યાનમાં લેવામાં આવશે. પોઈન્ટ ટેબલમાં ભારત 15 પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે ન્યુઝીલેન્ડ 11 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. તેથી રિપોર્ટ મુજબ આ સ્થિતિમાં જો મેચ ન થાય તો એક પણ બોલ ફેંક્યા વગર ભારત ઓટોમેટિકલી ફાઇનલમાં પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન