If the most sacred basil plant in the house suddenly starts drying up
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરમાં રહેલ અતિ પવિત્ર તુલસીનો છોડ અચાનક જ સુકાવા લાગે તો સમજો કે…

ઘરમાં રહેલ અતિ પવિત્ર તુલસીનો છોડ અચાનક જ સુકાવા લાગે તો સમજો કે…

 | 3:39 pm IST
  • Share

હિંદુ ધર્મમાં તુલસીનાં છોડની ( basil plant)પૂજા થાય છે. પ્રાચીન સમયથી તુલસીને ઘરમાં રાખવામાં આવે છે. તુલસીને ( basil plant) દરેક પૂજામાં ખાસ ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર તેમજ ધાર્મિક છોડ ગણવામાં આવે છે. ઘણી ધાર્મિક કથાઓમાં તુલસીનાં છોડનો ઉલ્લેખ થયો છે.

તુલસીનાં ( basil plant) છોડ અંગે જ્યોતિષીઓ કહે છે કે, તુલસીનો છોડ ઘરમાં બહુ જ શુભ ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રસાદમાં તુલસી રાખવી શુભ ગણવામાં આવે છે. ભગવાન તો જ પ્રસાદ ગ્રહણ કરે છે જો તુલસીજીના પત્ર એટલેકે તુલસીદલ ( basil plant) પ્રસાદમાં જરૂર રાખવામાં આવે છે.તુલસીનાં છોડની નીચે દીવા રાખવાથી ઘરમાં સુખ તેમજ સમૃદ્ધિ આવે છે.

કેટલાંક જ્યોતિષીઓનું એવું માનવું છે કે, તુલસીનાં ( basil plant) છોડને ઘરનાં રસોડા પાસે રાખવામાં આવે તો પારિવારિક ઝગડો સમાપ્ત થઇ જાય છે. તુલસીને વાસ્તુ શાસ્ત્ર માટે બહુ ઉપયોગી ગણાવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઇ પરિવારનું સભ્ય જિદ્દી છે તેમજ કોઈની વાત સાંભળતો ન હોય, તો ઘરની પૂર્વ બારી નજીક તુલસીનો છોડ રાખવામાં આવે તો તેની જીદ દૂર થઇ જાય છે.

શિયાળાની ઋતુમાં તુલસી ( basil plant)સૂકાઈ જાય છે, જેનાં લીધે આપણને ઓછા ફાયદા મળે છે. જો તમે શિયાળાની ઋતુમાં પણ તુલસીનાં ફાયદા મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો તમને મદદ કરે છે.

સવારે તેમજ સાંજનાં સમયે તુલસીનાં છોડની ( basil plant) નીચે દીવો રાખવો જોઈએ, તેમાં એટલું તેલ નાખો જેથી તે દીવો લાંબા સમય સુધી સળગી છે. કાચા દૂધને પાણીમાં મિશ્રણ કરીને તુલસીની પૂજા કરો. એવું પણ માનવામાં આવે છે કે, તુલસીનાં પાંદડાઓમાં ભેજ રહે છે તેમજ તે બહુ જ ઠંડીમાં પણ લીલા રહે છે.

કોસ્મિક પૌરાણિક કથા મુજબ, એવું પણ માનવામાં આવે છે કે, તુલસી ( basil plant) ઉપર માંજર હોય છે તેને કાઢી નાંખવામાં આવે છે કેમ કે માંજરના લીધે તુલસીનાં શુષ્ક રહે છે. એટલેકે સુકાવા લાગે છે. પણ અચાનક ઘરના લીલા છમ તુવસીજી સુકાવા લાગે તો સમજો કોઇ અશુભ ઘટના થવાની છે આથી જરા સંભાળીને રહેવુ. પૈસાની લેતી દેતી વખતે ખાસ કાળજી રાખવી. આર્થિક સંકટ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન