If the NDA is away from the majority, 3 party Narendra Modi, the 'Savior'
  • Home
  • India
  • NDA બહુમતથી દૂર રહ્યું તો આ 3 સાથી પક્ષ મોદી માટે છે ‘તારણહાર’

NDA બહુમતથી દૂર રહ્યું તો આ 3 સાથી પક્ષ મોદી માટે છે ‘તારણહાર’

 | 8:28 pm IST

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોની ઘોષણા થવામા ખુબ જ ઓછો સમય બચ્યો છે તે પહેલા એક્ઝિટ પોલએ તમામ પાર્ટીઓના દિલની ધડકનને વધારી દીધી છે. જોકે કેટલાક એક્ઝિટ પોલ બીજેપીને આગળ દેખાડી રહ્યા છે તો કેટલાક એવા પણ પોલ છે, જેમા દાવો છે કે બીજેપી પૂર્ણ બહુમતના આંકડાને પહોંચી શક્શે નહી. આવામા યૂપીએ પણ સરકાર બનાવવા માટે કમર કસી લીધી છે. યૂપીએ અને એનડીએની આ રેસમાં એવા દળો પર ખાસ નજર રહેશે જેમને અત્યાર સુધી એનડીએ અને યૂપીએથી અંતર જાળવી રાખ્યું છે. તેમણે હજૂ પણ પોતોના પત્તા ખોલ્યા નથી.

બીજેપી અનુસાર આ દળ એટલા માટે પણ મહત્વનાં છે, કારણ કે તેમણે યૂપીએ તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને ઠેંગો દેખાડી દીધો છે. તેમણે યૂપીએને કોઇ પણ પ્રકારનું આશ્વાસન આપ્યું નથી. અહિંયા સુધી કે, એક દળે તો યૂપીએના નેતા સાથે વાત પણ કરી નથી. અમે વાત કરી રહ્યા છીએ, ઓડિશામાં બીજેડીના નેતા નવીન પટનાયક , વાઇએસ કોંગ્રેસનાં નેતા જગન રેડ્ડી અને તેલંગાનાનાં સીએમ ચંદ્રશેખર રાવની.

નવીન પટનાયક એનડીએને પહેલા જ સંકેત આપી ચૂક્યા છે

સૌથી પહેલા વાત નવીન પટનાયકની. ઓડિશાની રાજનીતિના શિખર નેતા. ગત બે દાયકાથી રાજ્યની સત્તામાં સૌથી ઉપરની કુર્સી પર વિરાજમાન છે. આટલા દિવસોમાં તેમને પડકાર આપનાર કોઇ પણ નેતા સામે આવ્યો નથી. તેમણે વર્ષ 2000માં સીએમની કુર્સી સંભાળી હતી. આ વખતની ચૂંટણીમાં તેમને બીજેપીએ પડકાર આપ્યો છે. જોકે, હજૂ પણ તેમને મોટાભાગનાં એક્ઝિટ પોલમાં 10થી 15 સીટો મળતી નજર આવી રહી છે. નવીન પટનાયકે એનડીએને સમર્થનનું સંકેત આપી દીધુ છે. તેમણે કહ્યું છે કે, જે સરકાર અમારા હિતોનું ધ્યાન રાખશે અમે તેની સાથે જવા માટે તૈયાર છીએ.

હવે વાત આંધ્રપ્રદેશમાં ઝડપથી લોકપ્રિય થયેલા પૂર્વ મુંખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર જગન રેડ્ડીની. તેઓ પણ એનડીએને સમર્થન આપી શકે છે. યૂપીએ તરફથી હવે શરદ પવારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે પવારનો ફોન પણ ન ઉપાડ્યો. આવામાં બીજેપીને જગન રેડ્ડી પાસેથી સમર્થન મળવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.

યૂપીએ એ TRSથી સંપર્ક કર્યો, પરંતુ ન મળ્યો કોઇ વિશ્વાસ

આમ તો કેસીઆર ખુલીને કહ ચૂક્યા છે કે, તેઓ ન તો કોંગ્રેસ સાથે જશે અને ન તો બીજેપી સાથે. પરંતુ ચૂંટણી પહેલા તેમણે યૂપીએને એવું કહેતા ઝટકો આપી દીધો કે, તેમને લાગે છે કે, કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે. યૂપીએ એ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના અધ્યક્ષ અને તેલંગાનાનાં મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવને ત્રિશંકુ સાંસદ બનવાની રીતે સરકારના ગઠન માટે પોતાની સાથે લાવવા માટે તેમની સાથે સંપર્ક કર્યો હતો.

ટીઆરએએસ એ કહ્યું- એનડીએની સરકાર બનશે

ટીઆરએસના સૂત્રોએ જણાવ્યું કે, સંપ્રગએ મહારાષ્ટ્રના કદ્દાવર નેતા અને રાકાંપા પ્રમુખ શરદ પવારના માધ્યમથી રાવ સાથે સંપર્ક કર્યો હતો. જોકે આ અંગે રાવની કોઇ પ્રતિક્રિયા આવી નહી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તેમની પાર્ટીને લાગે છે કે રાજગની સરકાર બનશે, તેમણે કહ્યું,’અમને લાગે છે કે, (રાજગ) હોઇ શકે છે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણીની નજીક ન હોય. તેમા કેટલીક સીટો ઓછી હોઇ શકે છે પરંતુ તેઓ સરકાર બનાવશે. લોકોનો મૂડ રાજગ તરફ છે. આપણે તેનો સ્વીકાર કરવો જોઇએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન