ધાર્મિક લાગણી દુભાય તેમ હશે તો ફિલ્મ 'લવયાત્રી' પર સ્ટે મુકાશે: હાઈકોર્ટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ધાર્મિક લાગણી દુભાય તેમ હશે તો ફિલ્મ ‘લવયાત્રી’ પર સ્ટે મુકાશે: હાઈકોર્ટ

ધાર્મિક લાગણી દુભાય તેમ હશે તો ફિલ્મ ‘લવયાત્રી’ પર સ્ટે મુકાશે: હાઈકોર્ટ

 | 9:48 pm IST

શકિત આરાધના પર્વ નવરાત્રીના તહેવાર પર બનેલી બોલીવુડની ફિલ્મ લવરાત્રી સામે આતંરરાષ્ટ્રીય હિન્દુ સેના અને સનાતન ફાઉન્ડેશન તરફથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. પ્રોડયુસર તરફથી એવી રજુઆત કરાઇ હતી કે ફિલ્મનું નામ બદલી કાઢવામાં આવ્યુ છે. તેની સામે અરજદારે એવી દલીલ કરી હતી કે ફિલ્મનું નામ બદલી કાઢવાથી ફિલ્મના દ્રશ્યો બદલાતા નથી. કોર્ટે આ અંગે પ્રોડયુસર સામે ટકોર કરી હતી કે જો ફિલ્મમાં ર્ધાિમક લાગણીઓ દુભાય તેવા દ્રશ્યો હશે તો ફિલ્મને સ્ટે કરી દેવામાં આવશે. આ અંગે એક જ દિવસમાં જવાબ રજૂ કરવા કોર્ટે પ્રોડયુસરને આદેશ કર્યો છે.

આ પણ વાંચો: વિરોધથી ગભરાયો સલમાન ખાન? ‘લવરાત્રિ’ ફિલ્મનું બદલી દીધું નામ

સલમાન ખાનની નવરાત્રી નામ સાથે મળતી લવરાત્રી ફિલ્મ સામે થયેલી બે જાહેરહિતની અરજીમાં ફિલ્મ પ્રોડયુસરે એવી રજુઆત કરી હતી કે હજુ ફિલ્મને સેન્સર બોર્ડે ર્સિટફિકેટ આપ્યુ નથી તેથી કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઇએ નહી. ઉપરાત ફિલ્મનું નામ પણ લવરાત્રીને બદલે લવયાત્રી કરી દેવામાં આવ્યુ છે.કોર્ટે એવી દલીલ કરી હતી કે માત્ર નામ બદલવાથી ફિલ્મના દ્રશ્યો બદલાતા નથી. ર્ધાિમક લાગણીઓ દુભાય તેવા દ્રશ્યો હશે તો ફિલ્મ સ્ટે કરી દેવામાં આવશે. એક જ દિવસમાં આ અંગે પ્રોડયુસરને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ અંગે જરૃર જણાશે કાલે ફિલ્મ જોવામાં આવશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

સલમાન ખાનની ફિલ્મ લવરાત્રીમાં નવરાત્રીના તહેવારને સંબંધીત દ્રશ્યો સાથે દર્શાવ્યા હોવાથી હિંદુઓની ર્ધાિમક લાગણીઓ દુભાઇ રહી છે. માતાજીના પર્વ સાથે ફિલ્મને જોડીને દર્શાવતા દ્રશ્યો સામે અરજીમાં વાંધો ઉઠાવ્યો છે. અગાઉ પણ પદ્માવત ફિલ્મમાં દર્શાવેલા દ્રશ્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો.ઠેરઠેર થિયેટરમાં આગચંપીના બનાવો બન્યા હતા. પ્રોડયુસરે એવી દલીલ કરી તે નવરાત્રીનું અપમાન થાય તેવા કોઇ દ્રશ્યો ફિલ્મમાં નથી. ઉપરાંત ફિલ્મ સેન્સર બોર્ડે હજુ ર્સિટફિકેટ આપવાનું બાકી છે તેથી તે પહેલા કોર્ટ દખલગીરી કરી શકે નહી.