સાપ, વીંછી, ગરોળી કરડે તો ઘરે તરત જ કરો આ ઉપાય નહી તો પસ્તાશો - Sandesh
  • Home
  • Lifestyle
  • સાપ, વીંછી, ગરોળી કરડે તો ઘરે તરત જ કરો આ ઉપાય નહી તો પસ્તાશો

સાપ, વીંછી, ગરોળી કરડે તો ઘરે તરત જ કરો આ ઉપાય નહી તો પસ્તાશો

 | 5:44 pm IST

તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ પેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું?

આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ થઈ જાય છે. આમ, સાપ, વીંછી, ગરોળી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો પણ ખતરો રહે છે. આ સમયે ઉપચાર માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાય અપનાવવા બહુ જરૂરી બની જાય છે. જી હાં, આ ખાસ ઉપચારને તરત જ કરવામાં આવે તો જીવજંતુઓના કરડવાથી થતો દુઃખાવો, સોજો, ઝેર ફેલાવવું, કાનમાં જંતુ જતું રહેવું વગેરે સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે.

1. કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
2. મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
3. મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠુંમાં પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે.
4. મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.
5. ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.
6. કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને લગાવવાથી દર્દ દૂર થાય છે.
7. સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
8. કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
9. કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન