"અમેરિકા અને ઉ.કોરિયા મિત્ર બની શકે, તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં?" - Sandesh
NIFTY 11,395.55 -39.55  |  SENSEX 37,728.58 +-123.42  |  USD 70.3150 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • “અમેરિકા અને ઉ.કોરિયા મિત્ર બની શકે, તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં?”

“અમેરિકા અને ઉ.કોરિયા મિત્ર બની શકે, તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં?”

 | 11:40 pm IST

પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ અને પીએમએલ ચીફ શહબાજ શરીફે ભારતને પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા ફરી વાર શરૂ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જે પ્રકારની શિખર મંત્રણા યોજાઈ તે બંને દેશો માટે એક ઉદાહરણ બનવું જોઈએ. શહબાજ શરીફે ટ્વિટ કરતાં કહ્યું કે કોરિયાઈ યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશો એકબીજાની રાહમાં રોડા નાખતાં રહ્યું. બંને દેશો એકબીજાને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યાં છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, જો અમેરિકા અને ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધના મુદ્દા પરથી શાંતિ મંત્રણાની દિશામાં આવી શકતા હોય તો પછી ભારત અને પાકિસ્તાન શા માટે આવું ન કરી શકે. કાશ્મીર મંત્રણાથી તેની શરૂઆત થઈ શકે. શાહબાઝ શરીફે કહ્યુ છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે સિંગાપુર શિખર વાતચીત થાય તો પાડોશી દેશો પાકિસ્તાન અને ભારત માટે એક સારું ઉદાહરણ હોવું જોઈએ. તેમણે કહ્યુ છે કે જો અમેરિકા અને નોર્થ કોરિયા વાતચીત કરી શકે છે. તો ભારત અને પાકિસ્તાન આમ કેમ કરી શકે નહીં?

નવાઝ શરીફના ભાઈ શહબાજે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ. કાશ્મીર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરી વાર શાંતિ મંત્રણા શરૂ થવી જોઈએ. જેથી કરીને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અનુસાર કાશ્મીર મુદ્દાનું નિવારણ લાવી શકાય. પોતાની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર શહબાજે એવું પણ કહ્યું કે ભારતે નવેસરથી મંત્રણા શરૂ કરવી જોઈએ. અમેરિકા-કોરિયા વચ્ચેની શાંતિ મંત્રણા ભારત-પાક. માટે આદર્શ હોવી જોઈએ.