If the woman will call 100 on the night then the PCR van will reach home
  • Home
  • Ahmedabad
  • અ’વાદ પોલીસની મોટી જાહેરાત, મહિલા રાત્રે 100 નંબર ફોન કરશે તો મળશે આ સુવિદ્યા!

અ’વાદ પોલીસની મોટી જાહેરાત, મહિલા રાત્રે 100 નંબર ફોન કરશે તો મળશે આ સુવિદ્યા!

 | 12:17 am IST

શહેરમાં મહિલાને રાત્રિના સમયે મુસાફરી માટે કોઈ વાહન ન મળે તો પોલીસ કંટ્રોલ રૂમમાં ૧૦૦ નંબર પર ફોન કરવાથી પીસીઆર વાન સલામત રીતે ઘરે પહોંચાડશે.

આ જાહેરાત શહેર પોલીસના ટવીટર એકાઉન્ટ પર વીમેન્સ ડે એ કરવામાં આવી છે. ચંડીગઢ અને વડોદરા પોલીસની શરૂઆત બાદ અમદાવાદ પોલીસે આ પહેલ કરી છે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

શહેરમાં રાત્રીના ૧૨ વાગ્યા પછી મુસાફરી માટે વાહનો મેળવવામાં ખાસ કરીને મહિલાઓને મોટાપાયે તકલીફ થતી હોય છે. શહેરના રસ્તા પર રાત્રીના સમયે મહિલાઓને સતત ડર સતાવતો હોય છે. જેના પગલે વિમેન્સ ડે એ અમદાવાદ પોલીસના ટવીટર એકાઉન્ટ પર શહેર પોલીસ ટ્વિટ કરીને જાહેરાત કરવામાં આવી છે.

પોલીસે કરેલા ટવીટ મૂજબ અમે તમારી સુરક્ષા માટે છીએ, કોલ કરો જો તમને તમારા ઘરે પહોંચવા માટે ટેક્સી, ઓટો, કેબ કે અન્ય વ્હીકલ મળતું ના હોય તો અમને ૧૦૦ નંબર પર કોલ કરો, અમારી પીસીઆર વાન તમને જે તે સ્થળેથી તમારા ઘરે સુરક્ષીત રીતે પહોંચતા કરી દેશે.

શહેર પોલીસને ૯૨ પીસીઆર વાન ફાળવવામાં આવી છે. પીસીઆર વાન સતત પેટ્રોલિંગમાં ફરતી રહે છે. આમ, શહેરમાં રાત્રીના સમયે મુસાફરી માટે વ્હીકલ શોધતી મહીલાને કંટ્રોલરૂમ તરફથી ગણતરીની મિનિટોમાં પીસીઆર વાનની મદદ મળી જશે.

શહેરમાં અડધી રાત્રે પણ મહિલાને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વાહન ન મળે તો પણ ૧૦૦ નંબર ઉપર ફોન કરશે તો પોલીસની પીસીઆર વાન હાજર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન