If there is a problem with girl inflammation in the urine, do household Remedy
  • Home
  • Featured
  • મહિલાઓ બળતરાની સમસ્યા છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, મળશે તરત જ રાહત

મહિલાઓ બળતરાની સમસ્યા છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, મળશે તરત જ રાહત

 | 3:13 pm IST

ખાસ કરીને ગરમ વસ્તુઓનું સેવન કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. જેના કારણે પેશાબમાં બળતરા થઇ શકે છે. પેશાબમાં બળતરા સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા મુત્ર માર્ગમાં સંક્રમણ, કિડનીમાં સ્ટોન અને ડિ હાઇડ્રેશનના કારણે થાય છે. પરંતુ તેને સમય પર ઠીક કરવામાં ન આવે તો આગળ જતા આ સમસ્યા ખતરનાક સાબિત થઇ શકે છે. તો આવો જાણીએ પેશાબમાં બળતરા કયા ઘરેલું ઉપચારથી સારી કરી શકાય છે.

પાણી અને નારિયેળ પાણી

શરીરમાં પાણીની ઉણપથી ફણ પેશાબનો રંગ પીળો અને તેમા બળતરા થવા લાગે છે. જેથી આખો દિવસ વધારે પ્રમાણમાં પાણી પીવાની આદત રાખો. સાથે જ નારિયેળ પાણીનું સેવન પણ કરો. કારણકે તે ડિહાઇડ્રેશન તથા પેશાબની બળતરાને સારી કરે છે. તમે ઇચ્છો તો નારિયેળ પાણીમાં ગોળ કે ધાણા પાવડર મિક્સ કરીને પી શકો છો.

આંબળા

વિટામીન સીથી ભરપૂર ફળ એટલે કે સિટ્રિક ફ્રૂટ મુત્ર સંક્રમણ પેદા કરનારા બેક્ટેરિયાને મારે છે. જેનાથી પેશાબમાં બળતરા થતા નથી. આંબળા પેશાબની બળતરાને સારી કરવામાં મદદરૂપ થાય છે. ઇલાયચી અને આંબળાનું ચુરણ સમાન ભાગમાં મિક્સ કરીને પીવાથી પેશાબમાં થતા બળતરા સારા થઇ જાય છે.

દૂધ

મલાઇ વગરનું દૂધ, મોટી ઇલાયચીના દાણા પીવાથી પેશાબની બળતરા દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે રામબાણ ઇલાજ સમાન છે.

દાડમનો જ્યૂસ

દાડમનો જ્યૂસનું નિયમિત રીતે દિવસમાં બે વખત પીવાથી પેશાબની બળતરા દૂર થાય છે.

આ પણ જુઓ : કેવડિયા કોલોની ખાતે આવેલા જંગલ સફારી પાર્ક એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન