જો તમારા કાંડા ઉપર હશે આ નિશાન, તો બની જશો કરોડપતિ - Sandesh
  • Home
  • Astrology
  • જો તમારા કાંડા ઉપર હશે આ નિશાન, તો બની જશો કરોડપતિ

જો તમારા કાંડા ઉપર હશે આ નિશાન, તો બની જશો કરોડપતિ

 | 3:17 pm IST

વ્યક્તિની હથેળી પર ઘણા પ્રકારના નિશાન હોય છે. આ નિશાનમાં કેયલાક નિશાન એવા હોય છે જેને હસ્તરેખા વિજ્ઞાનમાં શુભ તો કેટલાક એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે. શુભ નિશાન વ્યક્તિને રાજયોગના સુખ અપાવે છે. રાજયોગનો અર્થ થાય છે સુખ-સુવિધા, ધન-સંપત્તિ અને સમાજમાં માન-સન્માન. રાજયોગ વાળો વ્યક્તિ રાજા તરીકે પોતનું જીવન જીવે છે. હસ્તરેખા વિજ્ઞાન દ્વારા સરળતાથી જાણી શકાય છે કે, તમારી હથેળીમાં રાજયોગ છે કે નહી.

આ બધા નિશાન વચ્ચે એક માછલી ટાઇપનું નિશાન પણ હોય છે, જે ખૂબ જ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે. જે કોઇની હથેળી પર આ નિશાન હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જીવનમાં તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જો કાંડાના ઉપરના ભાગમાં રેખાઓ એકબીજાને કાપીને માછલી જેવી આકૃતિ બનાવતી હોય તો હસ્તરેખા જ્યોતિષમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેની પણ હથેળીમાં આવો નિશાન હોય છે તે ખૂબ જ માન-સન્માન અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવા લોકો સાફ દિલ વાળા હોય છે અને બીજા લોકોનું પણ ધ્યાન રાખે છે.