11 મોતોની મિસ્ટ્રી: જો ઘરમાં આ 6 પ્રકારના વાસ્તુદોષ હશે તો, બની શકે છે બુરાડી જેવી ઘટના.. - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 11 મોતોની મિસ્ટ્રી: જો ઘરમાં આ 6 પ્રકારના વાસ્તુદોષ હશે તો, બની શકે છે બુરાડી જેવી ઘટના..

11 મોતોની મિસ્ટ્રી: જો ઘરમાં આ 6 પ્રકારના વાસ્તુદોષ હશે તો, બની શકે છે બુરાડી જેવી ઘટના..

 | 4:11 pm IST

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોના મોતની મિસ્ટ્રી રોજે-રોજ વધુ ગૂંચવાતી જઈ રહી છે. અને દરરોજ એવા ખુલાસાઓ થઈ રહ્યા છે જે આ કેસને વધુ સનસનીખેજ બની રહ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપઘાત અથવા અચાનક મોતની પાછળ ઘરનો વાસ્તુદોષ પણ જવાબદાર હોય છે.

જે ઘરમાં આપઘાતની ઘટના બને છે તે ઘરમાં ઓછામાં ઓછા બે વાસ્તુદોષ હોય છે. જેમાંથી એક દોષ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં અને બીજો દોષ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય છે. આ દિશાઓમાં ભૂગર્ભ જળની ટાંકી, કુવો, બોરવેલ, બેસમેન્ટ અથવા કોઈપણ રીતે આ ખૂણાનો ફર્શ નીચે હોય કે પછી, દક્ષિણ દિશાના દક્ષિણ ભાગનો ખૂણો કે, દક્ષિણ પશ્ચિમનો દક્ષિણ ભાગ વધારે હોય વાસ્તુદોષ થઈ શકે છે.

જો ઘરની પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર હોય તો ઘરના પુરૂષ સભ્યો દ્વારા અને જો મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં હોય તો, તે ઘરમાં સ્ત્રી દ્વારા આપઘાત કરવાની સંભાવના બને છે.

વાસ્તુદોષ ઘરના ઉત્તર પૂર્વમાં પણ હોઈ શકે છે. ઘરનો આ ખૂણો દબાઈ જાય, કપાઈ જાય, ગોળ થઈ જાય કે કોઈ કારણોસર દક્ષિણ પૂર્વની દીવાલ પૂર્વની તરફ આગળ વધી જાય તો ઘરના પુરુષ સભ્યો દ્વારા અને જો ઉત્તર પશ્ચિમની દીવાલનો ઉત્તરી ભાગ આગળ તરફ વધી ગયો હોય તો, તે ઘરની સ્ત્રી આપઘાત કરી શકે છે.

ઘરની દક્ષિણ દિશામાં જો કોઈ રસ્તો આવીને મળતો હોય તો ત્યારે સ્ત્રીઓ અને પશ્ચિમ નૈઋત્યમાં કોઈ માર્ગ આવીને ઘરના દરવાજા પાસે મળે તો તે ઘરનો પુરુષ આ પ્રકારનું પગલું ઉઠાવે છે.

જમીનના પૂર્વ અગ્નિ ખૂણાને કોઈ પણ વસ્તુથી ઢાંકવી જોઇએ નહી, નહીં તો પુરૂષોમાં નિરાશા અને આપઘાતની સંભાવના બને છે, જોકે ઉત્તર પશ્ચિમ ભાગ ઢંકેલો હોય, તો મહિલાઓ નિરાશ થઈને આવા પગલા ભરે છે. આ પ્રકારની ઘટનાથી બચવા માટે જરૂરી છે કે, ઘર બનાવતી વખતે વાસ્તુના આ દોષોને ધ્યાનમાં રાખીને ઘર બનાઓ. જો ભાડે ઘર લેતા હોય તો ધ્યાન રાખજો કે કોઈ એવો વાસ્તુદાષ તમને ન નડે.